ચોટીલા નજીક પીકઅપ વાન અને ટ્રક વચ્ચે ગોજારી ટક્કર
લીંબડીનાં શિયાણી ગામમાં સગી દેરાણી – જેઠાણી સહિત ચાર હતભાગી મહિલાઓથી અર્થી ઉઠતા શોકનું મોજું
રાજકોટ : ચોટીલા – રાજકોટ હાઇવે અકસ્માત માટેનું એપી સેન્ટર છે. સોમવારના રાત્રીનાં મોલડી ગામ નજીક પીક અપ વાન સાથે ઓચીંતા ધસી આવેલો ટ્રક ધડાકાભેર અથડાતા મરણચીસોથી હાઇ-વે ગાજી ઉઠયો હતો. આ અકસ્માતમાં લીંમડીનાં શીયાણી ગામથી પિતૃકાર્ય માટે સોમનાથ જતાં કોળી પરિવારની ચાર મહિલાઓનાં કરૃણ મોત નિપજ્યા હતા અને ૧૮ કુટુંબીઓ ઘવાયા હતા. આજે એક સાથે ચાર અર્થિ ઉઠતા શોકની લાગણી છવાઈ ગઇ હતી.