સુરતમાં રૂપિયા 7.59 લાખની સોપારી સગેવગે કરનારો નકલી GST અધિકારી પકડાયો

0

[ad_1]

  • કાપોદ્રા-હીરાબાગથી છોટા હાથી ટેમ્પોમાં માલ ભરી ચાર ગઠિયા ભાગી ગયા હતા
  • નકલી GST અધિકારીઓએ રસ્તામાં ટેમ્પો પણ બદલી નાખ્યો હતા
  • માલ છોડાવવા કામરેજ પોલીસ મથકે આવવાનું કહીં આરોપીઓ ફરાર થઇ ગયેલા   

સુરત શહેરમાં  રૂપિયા 7.59 લાખની સોપારી સગેવગે કરવાના બનાવમાં કાપોદ્રા પોલીસે નકલી જીએસટી અધિકારીને ઝડપી પાડયો હતો.

મળતી વિગતો પ્રમાણે રાંદેરમાં પંચરત્ન સોસાયટી ખાતે રહેતા અજયસિંહ ગોવુભા જાડેજા (ઉં.વ. 39 , મૂળ જામનગર) સારોલીમાં રિદ્ધિ સિદ્ધિ લોજિસ્ટિક નામના ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે જોબ કરે છે. ગત તા. 4-1-23ના રોજ સવારે તેમના ટ્રાન્સપોર્ટમાંથી મેંગ્લોરથી 37 બોરી સોપારીની આવી હતી. કુલ 7.59લાખની સોપારીની બોરી કાપોદ્રાની આશા એજન્સીમાં ડિલિવરી કરવાની હતી. ટ્રાન્સપોર્ટમાં ટેમ્પોમાં સોપારીની બોરી ભરી કાપોદ્રા જવા નીકળ્યા હતા. વરાછા, બૂટ ભવાની રોડ પર બાઇક પર બે યુવકો આવ્યા હતા. તેઓએ ટેમ્પો ઊભો રખાવી પોતાની ઓળખ જીએસટીના કર્મચારી તરીકે આપી હતી. સોપારીનો માલ જમા કરવાનો છે એમ કહી તેઓના મોબાઇલ અને સોપારીના બિલ તેઓએ લઇ લીધા હતા. ત્યારબાદ જીએસટીના સાહેબ હીરાબાગ સર્કલ પાસે ઊભા છે એમ કહી ટેમ્પો હીરાબાગ લઇ ગયા હતા.

જ્યાં નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલા બે યુવકોએ જીએસટી અધિકારી તરીકે પરિચય આપ્યો હતો. તેઓએ સોપારીનો માલ જમા કરવાનો છે એમ કહી ટેમ્પોમાંથી સોપારી છોટા હાથી ટેમ્પોમાં ખાલી કરી માલ છોડાવવા કામરેજ પોલીસ મથકે આવવાનું કહી તેઓ ચાલ્યા ગયા હતા. બાદમાં કામરેજ પોલીસ મથકે જઇ તપાસ કરતા જીએસટી અધિકારીના સ્વાંગમાં ગઠિયાઓ 7.59 લાખની કિંમતનો સોપારીનો માલ લઇ ભાગી ગયા હતા. આ કેસમાં કાપોદ્રા પોલીસે જીએસટી ઓફિસરની ઓળખ આપનારા સૂરજસિંહ ઉર્ફે સુરભા ભાણા મોરી (ઉં.વ. 38, રહે. રિદ્ધિ હોમ, વાવ, કામરેજ- મૂળ બગડુ, જૂનાગઢ)ની ધરપકડ કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *