– ધોલેરા પોલીસ મથકમાં બનાવ અંગે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ
– પ્રજાસત્તાક દિનની પૂર્વ રાત્રિએ તસ્કરોએ જજના ઘરને ફંફોળ્યું પણ કંઈ હાથ લાગ્યું નહી
ધંધુકા : પ્રજાસત્તાક દિનની પૂર્વ રાત્રિએ ધંધુકા ખાતે રહેતા ધોલેરા પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યૂ.મેજી. ફર્સ્ટ ક્લાસના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો. જે અંગે ધોલેરા પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.