28 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, નવેમ્બર 23, 2024
28 C
Surat
શનિવાર, નવેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજનઐશ્વર્યા અભિષેકના અણબનાવના સમાચાર વચ્ચે નિમરત કૌરની પ્રેગ્નેન્સીની તસવીરો વાયરલ, જાણો સત્ય

ઐશ્વર્યા અભિષેકના અણબનાવના સમાચાર વચ્ચે નિમરત કૌરની પ્રેગ્નેન્સીની તસવીરો વાયરલ, જાણો સત્ય


ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન આજકાલ પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. એવું માનવામાં આવે છે કે તેમના સંબંધો તૂટવાની અણી પર છે અને આ સંબંધ તૂટવાનું કારણ એક્ટ્રેસ નિમરત કૌર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવા સમાચારો છે કે નિમરત કૌરના આવ્યા બાદ બંને વચ્ચે અણબનાવ થયો છે.

નિમરત કૌરે પણ કહ્યું કે તે કોઈને ડેટ નથી કરી રહી, પરંતુ આ દરમિયાન નિમરતના પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચારે ફેન્સને હેરાન કરી દીધા છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે શું છે આ સમાચારનું સત્ય.

શું નિમરત કૌર છે પ્રેગ્નેન્ટ?

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં જોઈ શકાય છે કે નિમરત કૌરનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે. ફેન્સને લાગે છે કે નિમરત કૌર પ્રેગ્નન્ટ છે અને તે જલ્દી જ બાળકને જન્મ આપશે, એટલા માટે તેના બેબી બમ્પની તસવીરો વાયરલ થઈ રહી છે. કેટલાક ફેન્સ નિમરત કૌરની પ્રેગ્નન્સીને અભિષેક બચ્ચન સાથે જોડી રહ્યા છે. આ સિવાય નિમરત કૌરની પ્રેગ્નેન્સીને લઈને અનેક સવાલો સોશિયલ મીડિયા પર જોવા મળી શકે છે.


તસવીરો થઈ વાયરલ

પરંતુ તમને જણાવી દઈએ કે નિમરત કૌરની પ્રેગ્નેન્સી સાથે જોડાયેલા આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં બિલકુલ સત્યતા નથી. આ તસવીરો એડિટ કરીને બનાવવામાં આવી છે. આ સિવાય એક્ટ્રેસે દસવી ફિલ્મ માટે તેને તેના શરીરના શેપને તેના સામાન્ય શરીરના આકાર કરતાં વધુ વધારવો પડ્યો હતો. શરૂઆતમાં, પ્રક્રિયાને સમજતા પહેલા, વજન વધવાની વાત સાંભળીને તે થોડો અચકાઈ. લોકોએ તેને વજન વધારવા માટે અલગ-અલગ સલાહ પણ આપી. આ પછી વેઈટ ગેઈન કર્યું હતું. વાયરલ થઈ રહેલી તસવીર તે સમયની છે.

ઐશ-અભિષેકના 2007માં થયા હતા લગ્ન

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન વર્ષ 2007માં થયા હતા. ઐશ્વર્યા રાયે વર્ષ 2011માં એક દીકરીને જન્મ આપ્યો હતો. જેનું નામ કપલે આરાધ્યા બચ્ચન રાખ્યું છે. આ સમાચાર વાયરલ થઈ રહેલી તસવીરોને આધારે લખવામાં આવ્યા છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય