વિદેશ મંત્રી જયશંકર બે દિવસીય શ્રીલંકાના પ્રવાસે, લોન અંગે બેઠક થશે

0

[ad_1]

  • માલદીવ બાદ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર શ્રીલંકાના પ્રવાસે
  • મુલાકાતમાં લોનના ડેટ રિસ્ટ્રક્ચરિંગ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે
  • શ્રીલંકાનો IMF પાસેથી 2.9 બિલિયન US ડોલરની બ્રિજ લોન મેળવવાનો પ્રયાસ

માલદીવ બાદ ભારતીય વિદેશ મંત્રી શ્રીલંકાના પ્રવાસે ગયા છે. રાજધાની કોલંબોમાં શ્રીલંકાના વિદેશ રાજ્ય મંત્રી તારકા બાલાસૂર્યાએ તેમનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાતમાં લોનના ડેટ રિસ્ટ્રક્ચરિંગ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવાની ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓએ વિદેશમંત્રી શ્રીલંકા મુલાકાત અંગે માહિતી આપતા કહ્યું હતું કે એસ જયશંકર ગુરુવારે તેમના શ્રીલંકાના સમકક્ષ અલી સાબરી અને રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે બેઠક કરશે.

આ મુલાકાત અને બેઠકનો મુખ્ય વિષય શ્રીલંકાને આપવામાં આવેલી લોન રહેશે. જાણકારી અનુસાર, શ્રીલંકા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી 2.9 બિલિયન યુએસ ડોલરની બ્રિજ લોન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે શ્રીલંકા મોટા લેણદારો ચીન, જાપાન અને ભારત પાસેથી નાણાકીય ખાતરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગયા અઠવાડિયે, શ્રીલંકાએ જાપાન સાથે તેની ડેટ રિસ્ટ્રક્ચરિંગ વાટાઘાટો પૂર્ણ કરી હતી. જે બાદ હવે ભારત સાથે આ મુદ્દે બેઠક થવા જઈ રહી છે.

રાનિલ વિક્રમસિંઘેએ એક મોટી જાહેરાત કરી હતી

અગાઉ, મંગળવારે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું હતું કે તેમની સરકારે ભારત સાથે તેની લોનના પુનર્ગઠન વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તે જ સમયે, મંગળવારે, ભારતના નાણા મંત્રાલયના અધિક સચિવ રજત કુમાર મિશ્રાએ IMFના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાને જાણ કરી હતી કે ભારતે લોનના પુનર્ગઠન મુદ્દે શ્રીલંકાને તેના સમર્થનની પુષ્ટિ કરી છે.

ભારતે શ્રીલંકાને લગભગ 4 બિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય આપેલી

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે ગયા વર્ષે શ્રીલંકાને લગભગ 4 બિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય આપી છે. જાન્યુઆરી 2022માં, ભારતે શ્રીલંકાને 900 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટની જાહેરાત કરી હતી. ત્યારબાદ, ભારતે ઇંધણની ખરીદી માટે શ્રીલંકાને 500 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ ઓફર કરી હતી. આટલું જ નહીં, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતે શ્રીલંકાને આપેલી લાઈન ઓફ ક્રેડીટને વધારીને 700 મિલિયન ડોલર કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *