CNCDને રોજ રૂ. 1 લાખનો ખર્ચ છતાં ફકત 65 જ ઢોર પકડાય

0

[ad_1]

  • અધિકારીઓ જ પશુ માલિકોને જાણ કરતા હોવાની ચર્ચા
  • હાઈકોર્ટના ફટકાર છતાં અસરકારક કામગીરીનો અભાવ
  • રખડતા ઢોર પકડવાની કામગીરી અસરકારક બનાવવા સૂચન આપવામાં આવ્યા

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે અને રખડતા પશુઓને કારણે ટ્રાફિકની સમસ્યા, નાના- મોટા અકસ્માતો સર્જાતા હોવાની વ્યાપક ફરિયાદોને ઉઠી રહી છે. મ્યુનિ. CNCD વિભાગ દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની નબળી કામગીરી મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વ્યાપક નારાજગી વ્યક્ત કરી છે. CNCD વિભાગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં અને CNCDની 21 ટીમ કામે લગાડાઈ હોવા છતાં દરરોજ ફક્ત 60થી 65 ઢોર જ પકડવામાં આવે છે. શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી વધુ અસરકારક બનાવવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢવા છતાં CNCDની કામગીરી અસરકારક થતી ન હોવાને કારણે ભાજપના સત્તાધીશોને ટકોર કરવી પડી છે. પશુ માલિકો સાથેની મિલીભગતને કારણે CNCDના અધિકારીઓ જ ઢોર પકડવાની કાયવાહી અંગે પશુ માલિકોને આગોતરી જાણ કરી દેતા હોવાથી ઢોર પકડી શકાતા ન હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ચેરમેને જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં રખડતા ઢોર પકડવા માટે ઢોર નિયંત્રણ વિભાગની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. એક ઝોનમાંથી 10 ઢોર પણ પકડવામાં આવતા ન હોવાથી CNCDની કામગીરી મામલે ખૂબ જ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વધુ ઢોર પકડી અને ડબ્બે પૂરવા સૂચના આપવામાં આવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *