મિડ, સ્મોલ-કેપ સ્કીમ્સ પાછળ ડિસે.માં ઈક્વિટી ફ્લોમાં ત્રણ ગણી વૃદ્ધિ નોંધાઈ

0

[ad_1]

  • MF ઉદ્યોગનું સરેરાશ એસેટ અન્ડર મેનેજમેન્ટ ડિસે.માં રૂ. 40.76 લાખ કરોડ
  • DII-ટુ-FII એસેટ અન્ડર મેનેજમેન્ટ રેશિયો વિક્રમી સપાટીએ
  • સ્મોલ-કેપ ફ્ંડ્સમાં રૂ. 2,245 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો

છેલ્લાં અનેક મહિનાઓ દરમિયાન સતત ઘટાડા બાદ ડિસેમ્બરમાં ઈક્વિટી મ્યુચ્યલ ફ્ંડ સ્કીમ્સમાં ફ્ંડ ફ્લોમાં ત્રણ ગણી વૃદ્ધિ જોવા મળી હતી. નવેમ્બરમાં રૂ. 2,258 કરોડના લગભગ દોઢ વર્ષથી વધુના સૌથી નીચા ઈનફ્લોની સરખામણીમાં ડિસેમ્બરમાં રૂ. 7,303 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. રોકાણકારો તરફ્થી મિડ-કેપ અને સ્મોલ-કેપ્સ સ્કીમ્સમાં નોંધપાત્ર રોકાણ પાછળ ઈનફ્લોમાં વૃદ્ધિ નોંધાઈ હતી. જે સૂચવે છે કે ઈન્વેસ્ટર્સનો એપેટાઈટ ફ્રી પાછો ફ્રી રહ્યો છે.

અગાઉ ઓક્ટોબર 2022માં ઈક્વિટી સ્કીમ્સમાં ઈનફ્લો રૂ. 9,390 કરોડ પર રહ્યો હતો. જેની સરખામણીમાં ડિસેમ્બરમાં ઈનફ્લો હજુ પણ નીચો જળવાયો હતો. જોકે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(એસઆઈપી) મારફતે દર મહિને થતું રોકાણ નવા વિક્રમી સ્તરે જોવા મળ્યું હતું. નવેમ્બરમાં રૂ. 13,307 કરોડના ઈનફ્લો સામે ડિસેમ્બરમાં રૂ. 13,573 કરોડનો સિપ ઈનફ્લો નોંધાયો હતો. આમ માસિક ધોરણે રૂ. 260 કરોડથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી. જો સમગ્ર મ્યુચ્યુઅલ ફ્ંડ ઉદ્યોગના એયુએમની વાત કરીએ તો તે વધીને સરેરાશ રૂ. 40.76 લાખ કરોડ પર પહોંચ્યું હતું. જે નવેમ્બર દરમિયાન રૂ. 40.49 લાખ કરોડ પર નોંધાયું હતું. ડિસેમ્બરમાં મોટાભાગનો ઈનફ્લો મિડ-કેપ અને સ્મોલ-કેપ ફ્ંડ્સે આકર્ષ્યો હતો. જેમાં મિડ-કેપ સ્કીમ્સમાં રૂ. 1,962 કરોડનો ઈનફ્લો પ્રવેશ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ફ્ંડ્સમાં રૂ. 2,245 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો.

DII-ટુ-FII એસેટ અન્ડર મેનેજમેન્ટ રેશિયો વિક્રમી સપાટીએ

સ્થાનિક સંસ્થાઓ(મ્યુચ્યુઅલ ફ્ંડ્સ, ઇન્શ્યોરર્સ, પેન્શન ફ્ંડ અને બેંક્સ સહિતના ઈન્વેસ્ટર્સ)ના સતત વધતાં ઈનફ્લો પાછળ દેશમાં DII-ટુ-FII AUM રેશિયો ગયા ડિસેમ્બરમાં 0.9ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. જે માર્કેટમાં સ્થાનિક સંસ્થાઓના વધતાં પ્રભાવને સૂચવે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એનએસડીએલના ડેટા મુજબ રેશિયો તેની લોંગ-ટર્મ એવરેજની સરખામણીમાં 12 ટકા ઊંચો છે. 2022ની આખરમાં ડીઆઈઆઈનું એયુએમ રૂ. 43.8 લાખ કરોડ પર જોવા મળ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *