અમદાવાદીઓ પર પર્યાવરણ રક્ષણ ટેક્સ લાગશે, રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

0

[ad_1]

  • પ્રોપર્ટી ટેક્સમાં કરાયો ધરખમ વધારો
  • રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટરે ટેક્સ રૂ.23 કરાયો
  • કચરા એકત્રીકરણ સેવાના ચાર્જમાં તોતિંગ વધારો

અમદાવાદની જનતા પર ટેક્સ વધારાનો બોજ પડશે. જેમાં રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં પ્રોપર્ટી ટેક્સમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટરે ટેક્સ રૂ.23 કરાયો છે. તથા બીન રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટરે ટેક્સ રૂપિયા 37 કરાયો છે.

રૂપિયા 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ કમિશનરે રજૂ કર્યું
ઉલ્લેખનીય છે કે હાલમાં રહેણાંક માટે રૂ.16, બીન રહેણાંક માટે રૂ.28 ટેક્સ છે. જેમાં રૂપિયા 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ કમિશનરે રજૂ કર્યું છે. ગત વર્ષે 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ હતુ. તેમજ અમદાવાદમાં પાણી વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

AMC ડ્રાફ્ટ બજેટમાં દરખાસ્ત મુકાઇ
અમદાવાદીઓ પર પર્યાવરણ રક્ષણ ટેક્સ લાગશે. જેમાં AMC ડ્રાફ્ટ બજેટમાં દરખાસ્ત મુકાઇ છે. જેમાં નાગરિકોએ એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ ચુકવવો પડશે. તથા રહેણાંક મિલકતો માટે વિસ્તાર પ્રમાણે રૂ.5થી 3 હજાર સુધીનો ચાર્જ આપવો પડશે. તેમજ કોમર્શિયલ મિલકતો માટે રૂ.150 થી 7 હજાર સુધીનો ચાર્જ આપવાનો રહેશે. અને કચરા એકત્રીકરણ સેવાના ચાર્જમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રહેણાંક મિલકતો માટે ચાર્જ પ્રતિ દિન 2 રૂપિયા કરાયો છે. તથા કોમર્શિયલ મિલકતો માટે અલગ – અલગ દર સુચવાયા છે. જેમાં વધારાના દરખાસ્ત મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *