Vadodara MGVCL Cheaking : વડોદરા શહેરમાં વીજ ચોરી પકડવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીએ છેલ્લા કેટલાક દિવસોથી ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે આજે શહેરના સંવેદનશીલ ગણાતા બાવામાનપુરા, કાઞલાચાલ, પાણીગેટ શાકમાર્કેટ, નાલબંધવાડા, માસૂમ ચેમ્બર, હજરત એપાર્ટમેન્ટ, ઈકરા ફલૅટ, બાવચાવાડ, મહાકાલી નગર, વીમા દવાખાના, આસપાસ વિસ્તારમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું અને તેમાં કુલ 350 વીજ જોડાણોની તપાસ કરાઈ હતી. તે પૈકી 40 વીજ જોડાણમાં વીજચોરી ઝડપાઇ હતી. જેનું 135/126 કલમ હેઠળનું વીજચોરીનું બિલ રૂપિયા 26.70 લાખ જેટલું આવેલ છે. આ પહેલા શહેરના વાડી વિસ્તારમાં પણ વીજ ચેકિંગ કરાયું હતું અને તેમાં 30 લાખ ચોરી ઝડપાઈ હતી.