શિક્ષણમંત્રી પ્રફૂલ પાનશેરીયાએ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી

0

[ad_1]

  • રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયાની સરપ્રાઈઝ વિઝિટ
  • પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં ચાલી રહેલી કામગીરી સંદર્ભે સમિક્ષા કરી
  • પ્રાથમિક નિયામકની કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી

વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાત રાજ્યની નવનિર્મિત સરકારના વધુ એક નવનિયુક્ત મંત્રીએ સરકારી વિભાગની ઓચિંતા જ મુલાકાત લીધી હતી અને સરકારી કચેરીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયાએ આજરોજ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેને લઈને કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ દોડતા થયા હતા.

મળતી માહિતી મુજબ આજરોજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનશેરીયા આજરોજ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં ચાલી રહેલી કામગીરી સંદર્ભે સમિક્ષા કરી હતી અને કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગના મંત્રી રાઘવજી પટેલ મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. તેઓ ઓફિસ શરૂ થવાના સમયે જ પહોંચી ગયા હતા જેથી એ સમયે ઓફિસના મોટાભાગના અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. જેથી તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને ટકોર કરી હતી.આ સિવાય અગાઉ સામાજિક ન્યાય, મહિલા અને બાળ વિકાસના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગરમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ખાતે ઓચિંતા જ પહોંચ્યા હતા. મંત્રી ભાનુબેને સરકારી કચેરીમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. અને ઓફિસની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. આ સાથે જ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *