એજ્યુકેટેડ ભેજાબાજ ગુગલ પર જ્વેલરના નંબર મેળવી કોલ કરતો હતોઃ દાગીના ખરીદી NEFTથી પેમેન્ટના બોગસ મેસેજ મોકલી ઠગાઇ કરનાર બી.ટેક ગ્રેજ્યુએટ પકડાયો

0

[ad_1]

Updated: Jan 19th, 2023


– ઘોડદોડના જ્વેલરને રૂ. 2.05 લાખનો ચૂનો માર્યોઃ બારોબાર ડિલીવરી મેળવતો હતોઃ જલાલપોર અને અમરેલીના જ્વેલર્સને પણ નિશાન બનાવ્યા

સુરત
ઘોડદોડ રોડના આર.ડી. જ્વેલર્સમાંથી મોબાઇલ પર ઇન્કવાયરી કરી બારોબાર સોનાનું કડુ અને બ્રેસલેટની ડિલીવરી મેળવી લઇ એનઇએફટીથી રૂ. 2.05 લાખનું પેમેન્ટ કર્યાનો બોગસ મેસેજ બતાવી વિશ્વાસઘાત કરનાર એજ્યુકેટેડ ભેજાબાજને કોર્ટમાં રજૂ કરી 23 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
ઘોડદોડ રોડ સ્થિત ડ્રીમ બિઝનેશ હાઉસમાં આવેલા આર.ડી. જ્વેલર્સના માલિક ધવલ સુરેશ નાંઢાને અજાણ્યાએ કોલ કરી રૂ. 2.05 લાખની કિંમતનું સોનાનું કડુ અને બ્રેસલેટ ખરીદી અઠવા ગેટ ખાતે બોરાબાર ડિલીવરી મેળવી લઇ એનઇએફટીથી પેમેન્ટ કર્યાનો વ્હોટ્સએપ પર બોગસ મેસેજ મોકલાવ્યો હતો. ધવલે ઉઘરાણી કરતા મહિધરપુરાના શ્રીજી કોમ્પ્લેક્ષમાં મારી ઓફિસે જઇ ભરતકાકાને મળવા કહ્યું હતું. પરંતુ અજાણ્યાએ જણાવેલા સરનામા ઉપર શ્રીજી કોમ્પ્લેક્ષ હતું જ નહીં.

આ પ્રકરણમાં ઉમરા પોલીસે ભેજાબાજ તુષાર ભુપત બોરાડ (ઉ.વ. 27 રહે. સાંઇ હાઇટ્સ, ઉત્રાણ, સુરત અને મૂળ. નવા ચરખા, ધારી, જી. અમરેલી) નો નવસારી પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવી કોર્ટમાં રજૂ કરી 23 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે બી. ટેક સુધીનો અભ્યાસ કરનાર તુષાર હાલ બેકાર છે અને મોજશોખ પૂરા કરવા જ્વેલર્સને નિશાન બનાવવાનું શરૂ કર્યુ હતું. ગુગલ પરથી જ્વેલર્સના મોબાઇલ નંબર અને સરનામું મેળવી લઇ દાગીના ખરીદવાના બહાને કોલ કરી ઇન્કવાયરી કરતો હતો. વ્હોટ્સએપ પર ફોટા મંગાવી દાગીનાનો ઓર્ડર આપી બારોબાર ડિલીવરી મેળવી લઇ ઓનલાઇન પેમેન્ટ કર્યાનો બોગસ મેસેજ મોકલાવતો હતો. આ રીતે તેણે આર. ડી. જ્વેલર્સ ઉપરાંત જલાલપોરના ભવાની જ્વેલર્સ અને અમરેલીના જ્વેલર્સ સાથે ઠગાઇ કર્યાની કબૂલાત કરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *