જો તમારા ફોનમાં પાવર ઓન/ઓફ બટન પર જ ફિંગરપ્રિન્ટ ડીટેકશનની વ્યવસ્થા હશે તો
તમે ફોન ઓન કરવા માટે પાવર બટનને હળવો સ્પર્શ કરો એ સાથે ફોન ઓન થઈ જતો હશે. પરંતુ
ઘણા ફોનમાં ફિંગરપ્રિન્ટ ઓળખવાનું સેન્સર ફોનની બેકસાઇડમાં અલગ રીતે આપેલું છે. એ
સ્થિતિમાં પણ સેન્સર પર આંગળી મૂકતાં ફોન અનલોક થઈ જાય.