– પી.એમ. ઈ-બસ સેવા અંતર્ગત 100 ઈ-બસ ફાળવવામાં આવશે
– ટોપ-૩થી ડી માર્ટવાળા રસ્તા પર બસ ડેપોનું નિર્માણ કાર્ય ગતિમાં, શહેરીજનોને ઈકો ફ્રેન્ડલી પરીવહનનો લાભ મળશે, અન્ય આઠ રૂટથી નજીકના ગામો આવરી લેવાશે
ભાવનગર : ભાવનગર શહેરને સિટી બસ સેવાના નામે ઘણાં વર્ષોથી અન્યાય જ કરવામાં આવી રહ્યો છે. અત્યારે આંગળીના વેઢે ગણી શકાય તેટલા સમખાવા પૂરતા જ રૂટ શરૂ છે.