હાથની શુષ્ક ત્વચાને મુલાયમ બનાવી શકાય?

0

[ad_1]

  • પ્રશ્નઃ મારી ઉંમર 21 વર્ષ છે. શિયાળામાં મારા હાથની ત્વચા વધારે પડતી શુષ્ક થઇ જાય છે. એનું કારણ શું હશે? હાથને મુલાયમ બનાવવા માટે શું કરી શકાય? મને ઘરગથ્થુ ઉપચાર જણાવો.

જવાબઃ શિયાળામાં ત્વચા શુષ્ક થવી એ સામાન્ય છે, પરંતુ જો વધુ પડતી શુષ્ક થતી હોય તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. જેમ કે, નુકસાનકારક રસાયણોના સંપર્કમાં આવવું, સાબુનો વધુ પડતો ઉપયોગ ક્લોરીનયુક્ત પૂલના પાણીમાં તરવું અથવા તો મેડિકલ સ્કિન કન્ડિશન પણ એક કારણ હોઇ શકે છે. ઘરેલુ ઉપચારથી હાથને મુલાયમ બનાવી શકાય છે. જેમ કે, મધ અને લીંબુનો માસ્ક બનાવી શકાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે ત્વચા પરના ડાઘ અને ધબ્બાને ધીરેધીરે દૂર કરે છે. મધમાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે. જે ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે. બેકિંગ સોડા મૃત ત્વચાને એક્સફોલિએટ કરે છે. બે ટીસ્પૂન લીંબુનો રસ, બેકિંગ સોડા અને મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને હાથ પર લગાવો. 20 મિનિટ પછી તેને ધોઇ લો. તાજું ક્રીમ લગાવો, એમાં મિલ્ક ક્રીમનું પ્રમાણ વધારે હોય છે. જે શુષ્ક ત્વચા માટે આદર્શ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. આ ઉપરાંત એમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાના પીએચ સ્તરને જાળવી રાખે છે અને શુષ્ક ત્વચાને એક્સફોલિએટ કરે છે. તેથી રાત્રે સૂતા પહેલાં તાજું ક્રીમ હાથમાં લગાવો. ઓવર નાઇટ પેટ્રોલિયમ જેલી ટ્રિટમેન્ટ કરી શકો. દિવસનું કામ પૂર્ણ કરીને હાથને કોઈ માઇલ્ડ સાબુથી ધોઇ લો. સારા એવા પ્રમાણમાં પેટ્રોલિયમ જેલી લઇ તેને 30 સેકન્ડ સુધી હાથમાં માલિશ કરો. પછી સ્વચ્છ મોજાને હાથમાં પહેરી લો. સવાર સુધીમાં હાથ અને આંગળીઓ સોફ્ટ થઇ જશે.

પ્રશ્નઃ મારી ઉંમર 19 વર્ષ છે. હું રેગ્યુલર નેઇલ પૉલિશનો ઉપયોગ કરું છું. તેને રિમૂવ કર્યા પછી નખ પીળા દેખાય છે. નખની આ પીળાશને દૂર કરવા શું કરી શકાય? મને કોઇ ઉપાય બતાવો.

જવાબઃ નખની પીળાશને દૂર કરવા એક વાટકીમાં થોડો બેકિંગ સોડો લો. એમાં લીંબુનો રસ મિક્સ કરી લો. આ મિક્સરને કોટન સ્વેબની મદદથી નખની ઉપર લગાવો. આશરે ચારથી પાંચ મિનિટ સુધી તેને લગાવી રાખો. થોડું ડ્રાય થઇ જાય એટલે ભીના અને સોફ્ટ ટૂથબ્રશની મદદથી નેઇલ્સને સ્ક્રબ કરો. એ પછી તેને નવશેકા ગરમ પાણીથી વોશ કરી ટુવાલથી સૂકવી દો, પછી મોઇશ્ચરાઇઝર લગાવો. લીંબુ અને શેમ્પૂના ઉપયોગથી પણ નખની પીળાશ દૂર કરી શકાય છે. એક ટબમાં ગરમ પાણી લો અને એમાં લીંબુનો રસ મિક્સ કરો. એમાં તમારા હાથ અને પગ થોડી વાર માટે ડુબાડી દો. એ પછી બ્રશથી નેઇલ સાફ કરી લો. લેમનમાં એસિડિક ક્વોલિટી હોય છે, જે નખની પીળાશને દૂર કરવાનું કામ કરે છે. લીંબુને ડાયરેક્ટ નખ ઉપર હળવા હાથે ઘસી શકો એનાથી પણ ફાયદો થશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *