– કોબડી ટોલનાકા નજીક એલસીબીએ બાતમીના આધારે ટ્રક ઝડપી પાડયો
– બન્નેએ પહેલાં ટ્રકમાં શેરડી હોવાનું કહી ચિઠ્ઠી પણ દેખાડી, પોલીસે તાલપત્રી ઉંચી કરી તો દારૂની 357 બોટલ તથા બિયરના 240 ટીન મળ્યાં
ભાવનગર : ભાવનગર- સોમનાથ નેશનલ હાઈ-વે પર બુધેલ પાસે આવેલાં કોબડી ટોલ નાકા નજીકથી ભાવનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શેરડીની આડમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરી ભાવનગર થઈ મહુવા તરફ જઈ રહેલા ટ્રક સાથે ડ્રાઈવલ્કલિનરનેે ઝડપીરૂ.૭.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે, આ જથ્થો મંગાવનાર મહુવાના બે બુટલેગરો સહિત ચારેય વિરૂદ્ધ વરતેજ પોલીસમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો.