શું તમે જાણો છો જરુરિયાત કરતા વધારે પાણી પીવાથી પણ શરીરને નુકસાન થાય છે. તો આવો જાણીયે વધારે પડતું પાણી પીવાથી શરીરને શું નુકસાન થઈ શકે છે..
પાણી આપણા જીવન માટે ખૂબ અગત્યનું માનવામાં આવે છે. પાણી પીવાથી તરસ છીપાય છે અને સાથે સાથે શરીર પણ હાઈડ્રેટ થાય છે અને તમામ ટોક્સિક દ્રવ્યો શરીરમાંથી બહાર નીકળી જાય છે. પણ શું તમે જાણો છો વધારે પડતું પાણી શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો આવો જાણીયે વધુ પાણી પીવાથી થતા નુકસાન અંગે..
1. આપણી કીડની પાણીને ફિલ્ટર કરે છે અને વધારાના વેસ્ટ પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. પરંતું જરુરિયાત કરતા વધારે પાણી પીવાથી કીડની પર લોડ વધે છે અને કીડનીનું કામ કરવું મુશ્કેલ થઈ જાય છે.
2. સોડિયમ, પોટેશ્યમ અને મેગ્નેશિયમ આપણા શરીર માટે ફાયદાકારક છે. વધારે પાણી પીવાથી આ ઈલેક્ટ્રોલાઈટ ડાયલ્યૂટ થઈ જાય છે. જેના કારણે મસલ્સમાં દુઃખાવો અને વિકનેસનો સામનો કરવો પડે છે.
3. પાણીનો ઘટાડો અને વધારો બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પાણીની અછતને કારણે ડીહાઈડ્રેશનની સંભાવના વધી જાય છે. જો કે જરુર કરતા વધારે પાણી પીવાથી ઓવર હાઈડ્રેશનની સમસ્યા સર્જાઈ શકે છે. વધારે પાણી પીવાથી લોહી પાતળું થઈ જાય છે તો ઓછુ પાણી પીવાથી માંસપેશીઓ જકડાઈ જાય છે.
જબરદસ્તી પાણી પીવાનું ટાળો
એક્સપર્ટના કહ્યા અનુસાર પાણી એટલું જ પીવું જોઈએ જેટલું તરસ છીપાવવા માટે જરુરી હોય. મોટા ભાગે જો તરસ ન લાગી હોય તો જબરદસ્તી પાણી પીવું જોઈએ નહીં. વધારે પાણી પીવાથી ચક્કર પણ આવી શકે છે, ગભરામણ થઈ શકે છે અને ઘણી વખત હાર્ટ બિટ્સ પણ વધી શકે છે. આલ્કોહોલને છોડીને આપણે જે પ્રવાહી પદાર્થ લીએ છીએ તેમાં મોટા ભાગે પાણી હોય છે.
શરીરમાં પાણીની માત્રા આવશ્યક છે, પરંતું જરુર કરતા વધારે નહીં. તરસ લાગવાનો સંકેત છે કે શરીરને પાણીની જરુરિયાત છે, આથી હવે જ્યારે જરુર હોય ત્યાર જ પાણી પીઓ. વારંવાર જબરદસ્તી પાણી પીવું જરુરી નથી. પાણીની ઉણપનો અંદાજ યુરીનના કલર પરથી પણ લગાવી શકાય છે. જો યુરીન ડાર્ક કલરનું છે તો માનો કે શરીરમાં પાણીની ઉણપ છે. પીળા કલરનું યુરીન નોર્મલ માનવામાં આવે છે.