29.6 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, એપ્રિલ 24, 2025
29.6 C
Surat
ગુરુવાર, એપ્રિલ 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યડોલો અને પેરાસિટામોલમાંથી કઈ ટેબ્લેટ્સ છે વધુ અસરકારક, જાણો

ડોલો અને પેરાસિટામોલમાંથી કઈ ટેબ્લેટ્સ છે વધુ અસરકારક, જાણો


આપણને માથાનો દુઃખાવો, શરીરનો દુઃખાવો કે તાવ જેવી સમસ્યાઓ સર્જાય ત્યારે ડોલો અથવા પેરાસિટામોલની ગોળીઓ લઈએ છીએ. આ બંને ખૂબ જાણીતી ટેબલેટ્સ છે. આ દવાઓ ડોક્ટરની સલાહ અનુસાર જ લેવી જોઈએ. પરંતું ઘણી વખત એવો સવાલ થાય કે આ બંનેમાંથી અસરકારક ટેબ્લેટ્સ કઈ છે? તો આવો જાણીએ આ બંનેમાંથી કઈ ટેબ્લેટ્સ લેવી જોઈએ.

ડોલો અને પેરાસિટામોલમાં શું ફરક છે?

પેરાસિટામોલ એક પ્રકારનું જેનરિક મીઠું છે, જેનો ઉપયોગ દુઃખાવો અને તાવ મટાડવા માટે થાય છે. આ દવા 1960 થી માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. ડોલો, ક્રોસિન અને કાલપોલ આ અલગ- અલગ ફાર્મા કંપનીઓ પેરાસિટામોલ જ વહેંચે છે. એટલે કે ડોલો પણ એક પ્રકારની પેરાસિટામોલની ઝેરોક્ષ કોપી જ કહી શકાય.

1. પેરાસિટામોલ શું છે?

પેરાસિટામોલ એક પ્રકારની તાવ અને દુઃખાવો દુર કરવા માટેની દવા છે, જેનો ઉપયોગ તાવ, માથાનો દુઃખાવો, શરીરનો દુઃખાવો, હળવો તાવ અને તેના લક્ષણો દુર કરવા માટે કરવામાં આવે છે. આ દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ મેડીકલ સ્ટોરમાં ઉપલબ્ધ થઈ જાય છે.

2. ડોલો 650 શું છે?

કોરોનાના સમયે ગૂગલ પર લોકોએ ડોલો 650 સૌથી વદુ સર્ચ કર્યું હતું. આ એક પ્રકારનું પેરાસિટામોલ જ છે, પરંતુ તેમાં 650mg પેરાસિટામોલ હોય છે., જો કે સામાન્ય પેરાસિટામોલની ગોળીમાં 500g ક્ટિવ કંપોનન્ટ હોય છે. તાવ સાથે શરીરમાં આવી ગયેલા સોજા અને દુઃખાવાને દુર કરવા માટે મદદ કરે છે.

ડોલો અને પેરાસિટામોલથી કઈ દવા છે અસરકારક

  1. સામાન્ય તાવ માટે પેરાસિટામોસ 500mg અસરકારક છે.
  2. જો તાવ વધારે હોય અને વારંવાર આવતો હોય તો ડોલો 650mg અસરકારક છે.
  3. વધારે પડતો દુઃખાવો અને ફ્લૂના લક્ષણ હોય તો પણ ડોલો 650mg અસરકારક છે.
  4. આ દવાઓ ડોક્ટરની સલાહ લીધા પછી જ ઉપયોગમાં લેવી જરુરી છે.

ડોલો અને પેરાસિટામોલ લેતી વખતે આ સાવધાની રાખો

આ બંને દવાઓ સુરક્ષિત છે, પરંતુ તેનો ઓવરડોઝ નુકસાનકારક છે. જેના કારણે પેટમાં દુઃખાવો, ગેસની સમસ્યા, લીવર પર અસર, ઉલ્ટી અને એલર્જીની સમસ્યા પણ સર્જાઈ શકે છે. જો તમે પહેલેથી જ લીવરની બીમારી, કીડનીની સમસ્યા જેવી કોઈ ગંભીર બિમારી સામે લડી રહ્યા છો, તો ડોક્ટરની સલાહ વગર આ દવાઓનો ઉપયોગ ન કરો.

Disclaimer: આ માહિતી ફક્ત માન્યતાઓ અને જાણકારીઓ પર આધારીત છે. sandesh news આ દવાઓની પુષ્ટિ કરતું નથી. ડોક્ટરની સલાહ બાદ જ આ દવાઓનો ઉપયોગ કરો



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય