30.4 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, એપ્રિલ 23, 2025
30.4 C
Surat
બુધવાર, એપ્રિલ 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHEALTH: શું તમને પણ ટોયલેટમાં બેસીને રીલ્સ જોવાની આદત છે? તો સાવધાન,,,,

HEALTH: શું તમને પણ ટોયલેટમાં બેસીને રીલ્સ જોવાની આદત છે? તો સાવધાન,,,,


મોબાઇલ ફોન પર સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ, ફોન કોલ્સ, મૅસેજો અને રીલ્સ વગેરેને કારણે ટોઈલેટમાં પણ ફોન સાથે રાખવાની ટીવ્ર ઈચ્છા થાય છે. ઘણા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે માત્ર થોડા સમય માટે પોતાનો ફોન જોતા રહેવાથી તેમણે ખતરનાક પરિણામનો સામનો કરવો પડી શકે છે.

આપણામાંથી ઘણા લોકોને, ખાસ કરીને યુવાઓને ટૉયલેટમાં મોબાઇલ ફોન લઈ જવાની આદત હોય છે. જે લોકો શૌચાલયમાં અડધા કલાકથી વધુ સમય વિતાવે છે તેમને ઘણા રોગ થાય છે. આવા લોકો લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેઠા રહે છે, કારણ કે તેઓ સતત મોબાઇલ ફોન ચેક કરતા હોય છે. તેનાથી ગુદા નજીકના સ્નાયુઓ પર વધારાનું દબાણ આવે છે. આ સ્નાયુઓ મળત્યાગમાં મદદ કરતા હોય છે.

બળજબરીથી મળત્યાગ કરવાથી તમામ અંગોમાં વિવિધ રોગ થવાની શક્યતા વધે છે. તેમાં હરસ, કબજિયાત, ભગંદર, અને મસા જેવા વિવિધ રોગોનો સમાવેશ થાય છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી રક્તના પરિભ્રમણમાં પણ વિક્ષેપ સર્જાય છે. એ જ સ્થિતિમાં બેસીને મળત્યાગ કરવામાં જોર લગાવવાથી કબજિયાત અને મળ વધારે કઠણ બનવાની સમસ્યા સર્જાય છે. એ દબાણ ગુદાની નજીકની વાહિનીઓ પર દબાણ લાવે છે. એ કારણે તે ફૂલી જાય છે અને ત્યાં વિવિધ પ્રકારના ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. આવા લોકોએ બાદમાં અનેક રોગોનો સામનો કરવો પડે છે.

કોમોડ પ્રકારનું ટોયલેટ અવોઈડ કરો

હકીકતમાં કોમોડ પ્રકારનું ટોયલેટ તમારા ગુદા વિસ્તાર અને ત્યાંના સ્નાયુઓ પર દેખીતી રીતે તાણ લાવે છે. એ ઉપરાંત તેના પર લાંબો સમય બેસી રહેવાથી તણાવ વધવાની શક્યતા સર્જાય છે. શૌચમાં વિલંબ થાય અને ત્રાસ શરૂ થાય ત્યારે લોકો વધારે જોર લગાવે છે અને સમસ્યાઓના ચક્રમાં ફસાઈ જાય છે. તેથી એ યાદ રાખવું જોઈએ કે શક્ય તેટલા ઓછા સમયમાં શૌચક્રિયા પતાવવી જોઈએ અને ત્યાં એ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ.

આ કામ કરો

ડૉ. નિકમે કહ્યું હતું, “લાંબા સમય સુધી ટોયલેટમાં બેઠા રહેવાથી આપણે પેલ્વિક મસલ્સ એટલે કે નાભિથી નિતંબ સુધીના સ્નાયુઓ નબળા પડી જાય છે. એ કારણે પેશાબ તથા મળના નિયંત્રણમાં સમસ્યાઓ સર્જાય છે. તેથી ટોયલેટમાં પાંચ કે દસ મિનિટથી વધારે સમય વિતાવવો ન જોઈએ. સ્નાયુઓ પર વધુ પડતી તાણ ન સર્જવી જોઈએ. સમસ્યા ન સર્જાય તે માટે દરરોજ બેથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ. નિયમિત કસરત કરવી જોઈએ. તમારા આહારમાં ફાઇબર્સનું પ્રમાણ વધુ હોવું જોઈએ.”

DISCLAMIER: અહીં આપેલી આ માહિતી માત્ર જાણકારી માટે છે.  સંદેશ ન્યૂઝ આ પ્રકારની માહિતીની પૃષ્ટી કરતું નથી, તેથી ડોક્ટરની સલાહ લઈને અનુસરો 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય