આજે પોષી પૂનમ, પૂર્ણિમાએ કરો આ ખાસ ઉપાય માતા લક્ષ્મી થશે પ્રસન્ન

0

[ad_1]

  • હિન્દુ ધર્મમાં પોષ પૂર્ણિમાનું ઘણું મહત્વ છે
  • આ દિવસે સ્નાન, દાન અને જપ કરવામાં આવે છે અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય પણ ચઢાવવામાં આવે છે
  • મા લક્ષ્મીને પૂર્ણિમાનો દિવસ ખૂબ જ પ્રિય છે

હિંદુ ધર્મ અનુસાર, પોષ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને પોષ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર સોળ કળાએ ખીલેલો હોય છે. હિન્દુ ધર્મમાં પોષ પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. આ દિવસે સ્નાન, દાન અને જપ કરવામાં આવે છે અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય પણ ચઢાવવામાં આવે છે. મા લક્ષ્મીને પૂર્ણિમાનો દિવસ ખૂબ જ પ્રિય છે. ચંદ્રને પૂર્ણિમાના દિવસનો સ્વામી માનવામાં આવે છે. આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી માનસિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનના તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે.

પોષ પૂર્ણિમાના ઉપાય

કોઈપણ વ્યક્તિ કે જેને જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેમણે પૂર્ણિમાના દિવસે ચંદ્રને સાકર અને ચોખા મિશ્રિત કાચું દૂધ અર્પણ કરવું જોઈએ “ૐ શ્રં શ્રીં શ્રૌં સ: ચંદ્રમસે નમઃ” અથવા “ૐ ઐં ક્લીં સોમાય નમઃ” મંત્રનો જાપ કરતી વખતે અર્ધ્ય આપવો જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાનો અંત આવે છે.

પૂર્ણિમાએ માતા લક્ષ્મીજીને કોડી અર્પણ કરો અને તેના પર હળદરથી તિલક કરો. બીજા દિવસે સવારે આ કોડીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. આ ઉપાયથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. આ પછી, દરેક પૂર્ણિમાના દિવસે, આ પોટલી તમારી તિજોરીમાંથી કાઢીને લક્ષ્મીજીની સામે રાખો, તેના પર હળદરનું તિલક કરો, પછી તેને લાલ કપડામાં બાંધી દો અને બીજા દિવસે તેને તમારી તિજોરીમાં રાખો. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે.

દરેક પૂર્ણિમાના દિવસે મંદિરમાં જવું જોઈએ અને લક્ષ્મીને અત્તર અને સુગંધિત અગરબત્તીઓ અર્પણ કરવી જોઈએ. ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી મા લક્ષ્મીને તમારા ઘરમાં વાસ કરવા પ્રાર્થના કરો. પૂર્ણિમાની રાત્રે સતત 15 થી 20 મિનિટ સુધી ચંદ્રને જુઓ, તેનાથી આંખોની રોશનીમાં તેજ આવે છે. આ સાથે પૂર્ણિમાની રાત્રે ચંદ્રના પ્રકાશમાં સોય દોરો પરોવવાથી આંખોની રોશની વધે છે.

પૂર્ણિમાના દિવસે ચાંદની આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો પૂર્ણિમાના દિવસે સગર્ભા સ્ત્રીની નાભિ પર ચંદ્રનો પ્રકાશ પડે તો ગર્ભાશય સ્વસ્થ બને છે.સગર્ભા સ્ત્રીઓએ થોડો સમય ચંદ્રના પ્રકાશમાં રહેવું જોઈએ. પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર ચઢાવવી જોઈએ અને અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *