વસંત પંચમીના દિવસે પથારી છોડતા પહેલા આટલુ અવશ્ય કરજો, આ પાંચ રાશીઓ માટે શુભ

0

[ad_1]

તા. 25 જાન્યુઆરી 2023

વસંત પંચમી એટલે જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતિનો દિવસ. આ વસંત પંચમી 26 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવશે. આ તહેવાર મહા મહિનાના શુક્લ પક્ષના પાંચમના દિવસે આવે છે. જ્યોતિષ શાસ્ત્રમા બતાવ્યા મુજબ આ વખતે વસંત પંચમીના રોજ આ પાંચ રાશીઓ માટે શુભ રહેવાવાળી છે. આ સાથે તેમના જણાવ્યા પ્રમાણે સવારે વહેલા ઉઠતાની સાથે જ પોતાની હથેળીના ખાસ દર્શન કરવા અને સ્નાન કર્યા પહેલા ભુલથી પણ ભોજન ગ્રહણ ન કરે. 

આ પાંચ રાશીઓને થશે લાભ

કર્ક રાશી

કર્ક રાશીવાળાએ માટે આ વસંત પંચમીનો દિવસ ખૂબ શુભ રહેનારો છે. પરિવાર સાથે આજનો દિવસ મૌજ મસ્તી સાથે વિતાવવો ઘણો સારો રહેશે. આ સાથે જુના મિત્રોની જરુર પડી શકે છે તેમજ નોકરીમાં ફેરફારનો યોગ બને છે. 

શું કરવું: સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા તમારી હથેળીના દર્શન કરો
શું નહીં: સ્નાન કરતા પહેલા ભુલથી પણ ભોજન ગ્રહણ ન કરશો

મેષ રાશી

મેષ રાશિવાળા માટે વસંત પંચમી ખૂબ જ શુભ રહેવાની છે. નવી ખુશખબરી મળવાની સંભાવના છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. પરિવારમાં કોઈ મહેમાન આવવાથી આનંદનો માહોલ બને. વિદ્યાર્થીઓને સરસ્વતિની વંદના કરવાથી અભ્યાસમાં લાભ મળશે.

શું કરવું: વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી
શું ન કરવુંઃ વસંત પંચમીના દિવસે ભૂલથી પણ કોઈ નકલ કે પુસ્તકના પાના વાચવા નહી. 

વૃષભ રાશી

વૃષભ રાશિવાળા લોકો માટે વસંત પંચમીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. ઘરેથી કામ કરતા લોકોને નવા કામની જવાબદારી મળી શકે છે. વિવાહિત લોકોને ક્યાંક ફરવા જવાનું ગોઠવાય. પૈસાની કોઈ કમી નહીં રહે.

શું કરવું: વસંત પંચમીના દિવસે પુસ્તક, પેન્સિલનું દાન કરવાથી લાભ મળશે.
શું ન કરવું: વસંત પંચમીના દિવસે ભૂલથી પણ કાળા રંગના કપડાં ન પહેરવા

તુલા રાશી

તુલા રાશિવાળા માટે વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે. પહેલા કરેલુ રોકાણ ડબલ નફો આપી શકે છે. તમને પ્રવાસ પર જવાનો મોકો મળી શકે છે. પૈસાની કોઈ કમી નહીં રહેશે. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે. 

શું કરવું: વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજામાં કરવી અને પુજામાં હળદર, કેસર, પીળા ફૂલ, પીળી મીઠાઈ અર્પિત કરવી
શું ન કરવુંઃ આ દિવસે વિવાદોથી દૂર રહેવુ

મકર રાશી

મકર રાશિવાળા માટે વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે. આ દિવસે તમે ખરીદી કરવા માટે જઈ શકો છો. આ સાથે ભાગીદારી પેઢીથી તમને સારો નફો મળી શકે છે. ઘરમાં શુભ કાર્ય કરવાથી તમારો દિવસ ઘણો સારો રહેશે. તમારી શક્તિ પ્રમાણે ગરીબોને દાન કરવુ. 

શું કરવું: વસંત પંચમીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળા ફૂલ ચઢાવવા. આમ કરવાથી તમે અભ્યાસમાં ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકશો.
શું ન કરવું: વસંત પંચમીના દિવસે સ્ટેશનરીની વસ્તુઓ જેમ કે નકલ, પેન, પેન્સિલ વગેરેનો અનાદર ન કરવો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *