ઘરનું મંદિર બનાવડાવતી વખતે ભૂલથી પણ ન કરતા આ સામગ્રીનો ઉપયોગ

0

[ad_1]

ઘર માટે મંદિર બનાવવા માટે વિવિધ પ્રકારની સામગ્રી અને શૈલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે લોકો તેમના ઘરોમાં મંદિર બનાવવા માટે લાકડા, આરસ, ગ્રેનાઈટ વગેરેનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, શું આ વસ્તુઓનો ઉપયોગ કરવો યોગ્ય છે? વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ સામગ્રી કેટલી યોગ્ય છે. ચાલો જાણીએ

મંદિર કઈ દિશામાં હોવું જોઈએ?

શાસ્ત્રો અનુસાર ઉત્તર-પૂર્વ ખૂણામાં મંદિર બનાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ આ દિશામાં મંદિર બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂજા સ્થળની નીચે પથ્થરની સ્લેબ ન લગાવવી જોઈએ.

વાસ્તુ અનુસાર, પૂજા સ્થળની નીચે પથ્થરનો સ્લેબ લગાવવાથી તમે દેવામાં ફસાઈ શકો છો. પથ્થરને બદલે, તમે લાકડાના સ્લેબ અથવા એક અલગ લાકડાનું મંદિર બનાવી શકો છો.

આ પણ વાંચો: Vastu Tips: આ 5 ફૂલોને ન સમજતા સાધારણ, વાસ્તુ દોષથી લઇ સબંધમાં તણાવ પણ કરશે દૂર

પરંતુ ધ્યાન રાખો કે લાકડાનું મંદિર દિવાલને અડીને ન હોવું જોઈએ, દિવાલથી થોડુ આગળ રાખીને જ મંદિરનું નિર્માણ કરાવો. જો ઉત્તર-પૂર્વ દિશામાં લાકડાનું મંદિર બનાવ્યું છે તો મંદિરની નીચે ગોળ પગ રાખવાનું ધ્યાન રાખો.

Published by:Damini Patel

First published:

Tags: Dharm Bhakti, Vastu shastra, Vastu tips

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *