યોકોવિચ ફરી વિવાદમાંઃ ક્લોક વાયોલેશન અંગે અમ્પાયર સાથે ટકરાવ

0


Updated: Jan 27th, 2023

મેલબોર્ન, તા.28

સર્બિયન
ટેનિસ સ્ટાર યોકોવિચ ફરી વિવાદમાં સપડાયો હતો
. યોકોવિચ પ્રથમ સેટમાં ૫૧થી આગળ હતો, ત્યારે તે ટુવાલથી પરસેવો લુંછવા રહ્યો
હતો અને દરમિયાન ૨૫ સેકન્ડની
  સર્વિસ ક્લોક શરૃ કરી દેવામાં આવી હતી. તેને ક્લોક વાયોલેશન
બદલ ઠપકો આપવામાં આવ્યો હતો
. આ તબક્કે તેણે અમ્પાયર સાથે ઉગ્ર
તકરાર કરી હતી
. પ્રેક્ષકોએ પણ યોકોવિચનો હુરિયો બોલાવ્યો હતો.
સેટ જીત્યા બાદ યોકોવિચે પ્રેક્ષકોને જવાબ આપતો ઈશારો કર્યો હતો

કોરોના કાળ પછી હવે બોલ કિડ્સ ખેલાડીઓનો ટુવાલ રાખતા નથી. આ કારણે ખેલાડીએ જાતે તેમનો ટુવાલ લેવો પડે છે. યોકોવિચ ટુવાલ લેવા ગયો ત્યારથી જ 25 સેકન્ડની શોટ ક્લોક શરુ કરી દેવામાં આવી હતી. આ કારણે યોકોવિચ અકળાયો હતો. સામાન્ય રીતે અમ્પાયર જ્યારે સ્કોરનો કોલ કરે તે પછી તરત જ આ ક્લોક શરુ કરી દેવાય છે.

યોકોવિચે રોષમાં અમ્પાયરેને કહ્યું હતુ કે, આ વખતે તો બોલ કિડ્સને અમને ટુવાલ આપવાની પરવાનગી નથી. હું ટુવાલને સ્પર્શ કરું તે પહેલા જ તમે 25 સેકન્ડ ક્લોક શરુ કરી દીધી. યોકોવિચે આ પ્રકારે વિરોધ નોંધાવતા કેટલાક પ્રેક્ષકોએ તેેને ટાર્ગેટ કરતાં સૂત્રોચ્ચાર કર્યો હતો. 

યોકોવિચના
પિતા પર પ્રતિબંધ મૂકવા યુક્રેનની માગ

યોકોવિચના
પિતાની રશિયન સમર્થકો સાથેની તસવીરે પણ ભારે વિવાદ સર્જ્યો હતો
. યુક્રેને તો યોકોવિચના
પિતા સ્રાજ્દાન પર પ્રતિબંધ મૂકવામાં માગ કરી હતી
. સોશિયલ મીડિયામાં વાઈરલ બનેલા એક વિડિયોમાં યોકોવિચના
પિતા રશિયાના સમર્થકોની સાથે ઉભેલા જોવા મળે છે.
 જેમાંથી એક સમર્થકે લોંગ
લીવ રશિયન્સ લખેલી ટીશર્ટ પહેરી હતી
. યોકોવિચે બચાવમાં કહ્યું
હતુ કે
, મારા પિતા નિર્દોષ છે. કેટલાક લોકો
તેમની હાજરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે
. તેઓ કોઈના સમર્થનમાં નથી.
તે માત્ર મારી મેચમાં ઉપસ્થિત રહેતા ચાહકોનો આભાર માનતા હોય છેSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *