Jupiter And Shani Vakri 2024: ફ્યુચર પંચાંગ પ્રમાણે આ વર્ષે દિવાળીનો તહેવાર 1લી ડિસેમ્બરે ઉજવવામાં આવશે. તમને જણાવીએ કે, 500 વર્ષ બાદ કર્મફળ દાતા શનિદેવ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં વક્રી થઈ રહ્યા છે. આ સાથે દેવતાઓના ગુરુ વૃષભ રાશિમાં ઉલટી ચાલ ચાલશે. જેના કારણે કેટલીક રાશિઓ માટે ગોલ્ડન સમય શરુ થઈ શકે છે. સાથે જ કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે…
આ પણ વાંચો : વાઘ બારસ કે વાક્ બારસ? જાણો કેવી રીતે થયું નામનું અપભ્રંશ, રોચક છે તેનો ઈતિહાસ
મકર રાશિ
આ રાશિના જાતકોને ગુરુ અને શનિદેવની ઉલટી ચાલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવમાં છે, અને શનિ તમારી ગોચર કુંડળીના ધન ભાવ પર વક્રી થઈ રહ્યા છે. તેથી આ સમય દરમિયાન તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. આ ઉપરાંત તમને સમય-સમય પર અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી યશકિર્તીમાં વધારો થાય. તેમજ વેપારમાં નવી ઉર્જાનો સંચાર થશે. નવા વેપાર કરાર થશે, જેનાથી આવકમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે ગુરુ અને શનિદેવની વક્રી ગતિ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી દસમા ભાવમાં છે અને શનિ તમારી રાશિથી સાતમા ભાવમાં વક્રી છે. તેથી, આ સમયગાળા દરમિયાન કામ અને વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે, જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને નોકરી મળી શકે છે. આ સમયગાળા દરમિયાન વિવાહિત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે. તમારા જીવનસાથીની પણ તરક્કી થઈ શકે છે. જ્યારે અપરિણીત લોકોના લગ્ન ગોઠવાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વ્યાપારીઓ સારો નફો કરી શકે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકો માટે ગુરુ અને શનિદેવની વક્રી ચાલ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિ તમારી રાશિથી ચોથા ભાવમાં છે, જ્યારે ગુરુ તમારી ગોચર કુંડળીના સાતમા ભાવમાં રહેશે. તેથી, આ સમયગાળા દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. ઉપરાંત, આ સમયગાળામાં તમે વાહન અથવા મિલકત ખરીદી શકો છો. આ સમય દરમિયાન તમે સામાજિક કાર્યોમાં ભાગ લેશો. તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે. જીવન સાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે. આ સમયગાળા દરમિયાન તમને ભાગીદારીના કામમાં ફાયદો થઈ શકે છે.