વડોદરામાં વિકલાંગ પિતા અને પુત્ર ઉપર ટોળકીનો તલવાર અને પાઇપ વડે હુમલો

0

[ad_1]

Updated: Mar 1st, 2023

વડોદરા,તા.1 માર્ચ 2023,બુધવાર

વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં સાયકલ ચલાવવા મુદ્દેની રકઝક અને સોશિયલ મીડિયા ઉપર પરેશાન કરી માર મારનાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટે જતા પિતા પુત્રના ઘરે ઘસી જઈ ચાર શખ્સોએ ઉત્પાત મચાવી લોખંડની પાઇપ અને તલવાર વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા.

શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતો તુષાર સોલંકી વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે કોન્ટ્રાક હેઠળ સફાઈની કામગીરી કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, ત્રણ મહિના અગાઉ કિશનવાડી વિસ્તારમાં કોમન પ્લોટમાં સાયકલ ચલાવતો હતો તે સમયે જયરાજ માછીએ કહ્યું હતું કે, અહીં સાયકલ ફેરવવા આવવાનું નહીં. ત્યારબાદ જયરાજ માછી મને સોશિયલ મીડિયા ઉપર પરેશાન કરતો હોય તે બાબતે સમજાવતા મને માર માર્યો હતો. અને રાજ કહારે કાકા ના દીકરા સુમિતને પાઇપના ફટકા માર્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ કરવા જતા જયરાજ માછી, રાજ કહાર ,નાનીયો કહાર  અને અનુરાજ કહાર હથિયારો સાથે મારા ઘરે ઘસી આવ્યા હતા. અને મારા વિકલાંગ પિતા ઉપર તલવાર વડે હુમલો કરતા તેમના માથાના ભાગે ઈજા પહોંચી છે. અને મને પાઇપના ફટકા માર્યા હતા. જેથી ઈજાગ્રસ્ત પિતા પુત્રને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *