બરોડા ડેરીના પ્રમુખ પદેથી દીનુમામાએ રાજીનામું આપ્યું

0

[ad_1]

  • દિનેશ પટેલે ડેરીના ડિરેક્ટરને રાજીનામું મોકલ્યું
  • વડોદરા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
  • છેલ્લા આઠ વર્ષથી દિનુમામા બરોડા ડેરીના પ્રમુખ હતા

વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ પદેથી આજરોજ દિનેશભાઈ પટેલ ઉર્ફે દીનુમામાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. દીનુમામાએ બરોડા ડેરીના મેનેજીંગ ડિરેક્ટરને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દીનુમામા છેલ્લા આઠ વર્ષથી બરોડા ડેરીના પ્રમુખ પદ પર કાર્યરત હતા. દિનેશભાઈ પટેલે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ટીકીટ ન આપતા પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં પાદરા બેઠકના ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલા સામે પરાજય થયો હતો. 

દિનેશ પટેલ વડોદરાના પાદરમાં દીનુમામા તરીકે જાણીતા છે. તેઓ પાદરા બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ દીનુમામાએ ટીકીટ આપી હતી. પરંતુ દીનુમામા ચૂંટણી જીતી શક્યા નહોતા. અને પાદરાની બેઠક કોંગ્રેસના હાથમાં ગઈ હતી. જે બાદ વર્ષ 2022ની વિધાનસભા ચુંટણીમાં ભાજપે દીનુમામાને ટીકીટ આપવાને બદલે ચૈતન્યસિંહ ઝાલાને ટીકીટ આપી હતી. જેથી દીનુમામા ભાજપથી નારાજ થયા હતા અને તેમણે ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેઓ ચૂંટણીમાં વિજયી થઇ શક્યા નહોતા.   

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *