શિયાળામાં ઓઈલી વાળ વધારી રહ્યા છે મુશ્કેલી, 2 ઉપાયથી મળશે રાહત

0

[ad_1]

  • પાણી અને લીંબુના રસનું મિશ્રણ રહેશે લાભદાયી
  • ચોખાનું પાણી વાળને સ્મૂધ કરશે અને ઓઈલ ફ્રી રાખશે
  • આ બંને ઉપાયોથી ડેન્ડ્રફથી પણ મળશે છૂટકારો

જાન્યુઆરી મહિનાની શરૂઆતની સાથે જ ઠંડીનો પ્રકોપ પણ વધવા લાગ્યો છે. એવામાં હેલ્થનું ધ્યાન રાખવાની સાથે જ તમે સ્કીન અને વાળનું પણ ખાસ ધ્યાન રાખો તે જરૂરી છે. શિયાળામાં લોકો શુષ્ક સ્કીન અને રફ વાળની સમસ્યાથી પરેશાન રહે છે પરંતુ અનેક લોકો એવા પણ છે જે ચીકણા અને ઓઈલી વાળથી પરેશાન રહે છે. શિયાળામાં ઠંડીના કારણે લોકો વાળ ધોવાનું ટાળે છે. જો તમે લાંબા સમય સુધી વાળ ન ધૂઓ તો તે ચીકણા અને ઓઈલી બને છે જેનાથી તમારો લૂક ખરાબ લાગે છે. એવામાં કોલેજ- ઓફિસમાં તમારો લૂક ખરાબ બને છે. જો તમે શિયાળામાં આ સમસ્યાથી પરેશાન છો તો આ 2 ઘરેલૂ ઉપાયો તમારી મદદ કરી શકે છે.

લીંબુનો રસ

જો તમે ખાસ કરીને ઓઈલી વાળથી પરેશાન છો તો તમે પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો. તે તમારા વાળની ચીકાશને દૂર કરશે. જો તમારા વાળ ચમકદાર અને મુલાયમ રહે તેમ ઈચ્છો છો તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. શિયાળામાં વાળ ધોતી સમયે પાણીમાં લીંબુ મિક્સ કરો અને પછી તેનાથી હેરવોશ કરીને લાંબા સમય સુધી તમારા વાળ ઓઈલ ફ્રી બની રહેશે.

ચોખાનું પાણી

અનેક લોકો વાળને મજબૂત અને સ્વસ્થ કરવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરે છે. તે વાળ માટે લાભદાયી રહેશે. તેના પાણીથી હેરવોશ કરવાથી વાળ સ્મૂધ રહે છે અને સાથે તેની મદદથી વાળ લાંબા સમય સુધી સાફ અને ઓઈલ ફ્રી રહે છે. આ માટે થોડા ચોખાને પાણીમાં પલાળીને થોડા કલાક બાદ પાણીને ગાળીને તે પાણીથી વાળ ધોઈ લો. ચોખાના પાણીથી વાળને ધોવાથી ડેન્ડ્રફની સમસ્યાથી પણ રાહત મળી શકે છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *