અમદાવાદના ધોળકાના લોથલમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. લોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા 2 વિદ્યાર્થિની દટાયા છે. આ ઘટનામાં 1નું મોત થયું છે જ્યારે અન્ય 1ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દિલ્હી-ગાંધીનગરની ટીમ લોથલમાં કરી રહી હતી રીચર્સ
અમદાવાજ જિલ્લાના ધોળકાના હડપ્પા સંસ્કૃતિના લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીચર્સ માટે ગઈ હતી ત્યારે આ દર્દનાક ઘટના બની છે. મળેલી માહિતી મુજબ લોથલમાં 2 મહિલા અધિકારી માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરી હતી. મહિલા અધિકારીઓ જે ખાડામાં સેમ્પલ લેવા ઉતરી ગઇ હતી તે ખાડો 15 ફૂટ ઉંડો હતો. અચાનક જ ખાડાની માટીની ભેખડ ધસી જતાં બંને મહિલા અધિકારી દટાયા હતા. ઘટનામાં 1 મહિલા અધિકારીનું મોત થયું છે જ્યારે અન્ય અધિકારીને બચાવવાની કામગિરી શરુ કરાઇ હતી.
ઉંડા ખાડામાં માટી નીચે દબાયેલા લોકોનું રેસ્કયૂ
આ મહિલા ઉંડા ખાડામાં માટી નીચે દબાયેલી હોવાથી અને જીવીત હોય 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ અને બગોદરા અને કોઠ પોલીસ.ફાયર સહિતની ટીમ મહિલા અધિકારીને બહાર કાઢવાની કામગીરી કરી હતી મળેલી માહિતી મુજબ ગાંધીનગર અને દિલ્હીના ચાર થી વધુ અધિકારીઓ સરકારી ગાડી લઈ લોથલ ગયા હતા અને મરણ જનાર મહિલા અધિકારી દિલ્હીના હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાયું છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ છે.
ઉલ્લેખનીય છે કે, ધોળકાના હડપ્પા સંસ્કૃતિનું આવેલું લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીચર્સ માટે ગઈ હતી. ગાંધીનગર દિલ્હીના ચારથી વધું અધિકારીઓ સરકારી ગાડી લઈ લોથલ પહોંચ્યા હતા. 15 ફૂટથી વધુ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી માટેના સેમ્પલ લેવા અંદર ઉતરી હતી. અચાનક માટીની ભેખડ ખસી પડતા બંને મહિલા અધિકારીઓ માટીમાં દટાઈ ગઈ હતી. જેમાં એક મહિલા અધિકારીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો હાલ એક મહિલા ઉંડા ખાડામાં માટી નીચે દબાયેલ છે, જેની રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ છે. 108 ફેદરા અને પોલીસ ફાયર સહિતની ટીમ મહિલા અધિકારીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. મરણ જનાર મહિલા અધિકારી દિલ્હીના હોવાનું પ્રાથમિક અનુમાન છએ. ફેદરા ૧૦૮ ની ટીમ ઉડા ખાડામાં ઉતરી દટાયેલા મહિલાને કાઢવા ઉતર્યા છે.
લોથલ ખાતે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ નિર્માણ પામશે
લોથલ ખાતે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ નિર્માણ પામશે. ગુજરાતીઓને આગામી સમયમાં વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ મ્યુઝિયમની ભેટ મળશે. લોથલ ખાતે વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ અને અંડર વોટર મારું મ્યુઝિયમનો 4500 કરોડનો પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે. જે માત્ર ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને જ નહિ પરંતુ દેશના મજબૂત દરિયાઇ ઇતિહાસ અને જીવંત દરિયાકાંઠાની પરંપરાને પણ પ્રદર્શિત કરશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક લોકોને રોજગારી પણ ઉપલબ્ધ થશે. સાથે જ ગુજરાતનું ટુરિઝમ પણ વિકસશે.