તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકીને અજાણ્યો શખ્સ ફરાર
નિવૃત્ત શિક્ષક પતિ બપોરે ખેતરેથી જમવા ઘરે આવ્યા તો લોહીલુહાણ હાલતમાં પત્નીનો મૃતદેહ મળ્યો, લૂંટનાં ઇરાદે હત્યા થયાની આશંકા
અમરેલી, ચિતલ: અમરેલીમાં ગંભીર પ્રકારના ગુન્હાઓનો ગ્રાફ ઉચ્ચો જઈ રહ્યો છે. હત્યા, લૂંટ, દુષ્કર્મોના બનાવો દાડે દિવસે વધી રહ્યા છે. હવે વધુ એક હત્યાનો બનાવ જસવંતગઢ ગામે બહાર આવ્યો છે. જ્યાં અમરેલીના નાયબ મામલતદારના માતાને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ચાર ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ભયનો માહોલ ઉભો થયો છે.