– શેત્રુંજી બન્ને કાંઠાની સિંચાઇ યોજના માટે
– સલાહકાર સમિતિની બેઠક તોફાની રહી, કેનાલોની સફાઇ કામગીરીમાં લોલમલોલ થતી હોવાનો આક્ષેપ
ભાવનગર : શેત્રુંજી સલાહકાર સમિતિની તાજેતરમાં મળેલી બેઠકમાં કેનાલના રિપેરીંગ સહિત છેવાડાના વિસ્તાર સુધી પાણી ન પહોંચતા હોવાનો કકળાટ અને પ્રશ્નોતરી થવા પામી હતી. જ્યારે ગત વર્ષે ૧૨૦૦૦ હેક્ટર માટે પાણી છોડાયાની સામે ૪૦૦૦ હેક્ટરના ફોર્મ ભરાયા હતાં. જ્યારે ૧૦૦૦ હેક્ટરને પાણી ચોરીમાં ઝડપાયા હોવા છતાં ૭૦૦૦ હેક્ટરનું પાણી વેડફાયું હોવાનું સામે આવ્યું છે. જે અંગે ખેડૂતોની જાગૃતતા પણ જરૂરી છે.