પતંગના શોખીન સુરતીઓમાં ઉત્તરાયણની ઉજવણી નો ક્રેઝ હજી પણ પહેલા જેવો આક્રમક જોવા મળે છે પરંતુ ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. પહેલા ઉતરાયણની ઉજવણી માટે સુરતીઓ ભરપુર સમય ફાળવતા હતા પરંતુ હવે લોકો પાસે સમયનો અભાવ અને યંગસ્ટર્સ કિન્ના બાંધવાથી દુર ભાગતા હોવા થી કિન્ના બાંધેલા પતંગ નો વેચાણનો ટ્રેન્ડ શરૂ થયો છે. જોકે, આજે પણ સુરતમાં અનેક પતંગ રસિકો એવા છે જેઓને પોતાની જરુરત મુજબ અને દોરી પ્રમાણે કિન્ના બાંધી પતંગ ચગાવે છે તેથી આજે પણ કેટલાક લોકો પતંગની કિન્ના પરિવાર સાથે જાતે બાંધીને પતંગ ચગાવી રહ્યા છે.
મોબાઈલ અને ઈન્ટરનેટ ના યુગમાં યંગસ્ટર્સ મોબાઈલમાં વ્યસ્ત રહેતા તેમની પાસે પરંપરાગત તહેવારની ઉજવણી માટે નો સમય ઘટી ગયો છે. મોબાઈલમાં વ્યસ્ત રહેતા યંગસ્ટર્સ કિન્ના બાંધવા થી દુર ભાગે છે અથવા કિન્ના બાંધવાનું શિખવા માગતા નથી.