સંયુક્ત રાષ્ટ્ર મહિલા સંગઠનના અધિકારીઓએ લૈંગિક સમાનતા બાબતમાં ભારતની પ્રગતિનાં વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં ભારતે લૈંગિક સમાનતાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે. દેશ મહિલા નેતૃત્વ અને સશક્તીકરણ માટે વિશેષ રીતે સ્થાનિક સ્તરે, જેવી કે પંચાયત નીતિઓ અને કાર્યક્રમોમાં વધારે રોકાણ કરી રહ્યો છે.
યુએન મહિલા સંગઠનમાં વ્યૂહાત્મક ભાગીદારીના ડાયરેક્ટર ડેનિયલ સેમોર અને તેમના ભારતીય પ્રતિનિધિ સૂઝન જેન ફર્ગ્યૂસને કહ્યું કે, ભારતમાં ઊંડાં મૂળ ધરાવતા સામાજિક માપદંડ અને સીમિત નાણાપોષણ મહિલાઓની પ્રગતિમાં બાધક બને છે. ફર્ગ્યૂસને કહ્યું, લૈંગિક સમાનતામાં ભારતની પ્રગતિ પ્રેરણાદાયક છે. ઘણું બધું હાંસિલ કરી લેવાયું છે, બાકીના પડકારોને દૂર કરવા માટે સમગ્ર દૃષ્ટિકોણની જરૂર રહેશે જે સામાજિક માપદંડો, પ્રણાલીગત અને આર્થિક અવરોધો, સાર્વજનિક અને છૂપાં દાનોની સક્રિય ભાગીદારી અંગે વાત કરી શકે. ભારતે કેન્દ્રીય બજેટ 2024-25ના જેન્ડર બજેટ સ્ટેટમેન્ટ (જીબીએસ) અનુસાર, ભારતે તાજેતરનાં વર્ષોમાં મહિલા કેન્દ્રિત કાર્યક્રમો માટે પોતાના બજેટમાં વધારો કર્યો છે, ખાસ કરીને જેન્ડર સેન્સિટિવ બજેટમાં આ વધારો થયો છે, જે 6.8 ટકા છે. તેનાથી મહિલાઓ અને છોકરીઓના આરોગ્ય, શિક્ષણ અને આર્થિક તક જેવી આવશ્યક જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ મળી રહી છે.