વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ પર સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશના એ સંકલ્પનો પુનરોચ્ચાર કરું છું કે ભારતની સુરક્ષાને પડકારનારા દરેકે દરેક આતંકવાદી સંગઠનને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે તમામને બંધારણ દિવસની વધાઈ. ભારતના બંધારણનું આ 75મું વર્ષ સમગ્ર દેશ માટે અસિમ ગૌરવનો વિષય છે.
આજે મુંબઈ પર થયેલાં આતંકવાદી હુમલાની પણ વરસી છે.આ હુમલામાં જેમના મોત થયાં છે તેમને હું શ્રાદ્ધાંજલિ આપું છું. બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં પીએમએ જણાવ્યું હતું કે આજે લોકશાહીને યાદ કરવાનો દિવસ છે. આપણું બંધારણ માર્ગદર્શક છે. તેણે આપણને ઉચિત માર્ગ દેખાડયો છે. જમ્મુ અને કાશ્મીરમાં પહેલીવાર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે આપણું બંધારણ આપણા વર્તમાન અને ભવિષ્યનું માર્ગદર્શક છે. આજે દરેક દેશવાસીનું એક ધ્યેય છે- વિકસિત ભારતનું નિર્માણ. ભારતીયોને ત્વરિત ન્યાય મળે, તેને માટે નવી ન્યાય સંહિતા લાગું કરવામાં આવી છે. દંડ આધારિત વ્યવસ્તા હવે ન્યાય આધારિત વ્યવસ્થા બની છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે પાછલા 10 વર્ષમાં 53 કરોડથી વધારે એવા ભારતીયોના બેન્ક ખાતા ખૂલ્યા છે જેઓ બેન્કના દરવાજા સુધી પણ પહોંચી શકતાં ન હતાં.