દેશમાં ભલે 89 ટકા લોકો હૃદય રોગના લક્ષણો અંગે જાગરૂક હોવાનો દાવો કરે છે પણ એક લેટેસ્ટ અભ્યાસમાં જાણકારી મળી છે કે દેશમાં દરેક ચાર લોકોએ ફક્ત એકને એટલે કે ફક્ત 25 ટકા લોકો જ હૃદય રોગના લક્ષણોની સચોટ ઓળખ કરી શકે છે. ફક્ત 40 ટકા લોકો જ છાતીમાં દર્દ અથવા બેચેનીને હૃદય સંબંધી સમસ્યાઓ સાથે જોડે છે.
ફક્ત 36 ટકા લોકો શ્વાસની તકલીફને એક સંભવિત લક્ષણના રૂપમાં ઓળખે છે. દેશની ખાનગી વિમા કંપનીના સરવેમાં આ બાબત સામે આવી છે. કંપનીએ સરવેના આધાર પર ઈન્ડિયા વેલનેસ ઇન્ડેક્સ 2024ની સાતમી એડિશન બહાર પાડી છે.
આ સરવેમાં દેશના 19 શહેરોમાં વસતા 2155 ગ્રાહકોને આવરી લેવામાં આવ્યા હતાં. તેમાં જોવા મળ્યું હતું કે કોર્પોરેટ એમ્પ્લોયીઝમાં ખાસ કરીને ટાયર-1 શહેરોમાં સંપત્તિ અને રોકાણના મેનેજમેન્ટમાં જાગરૂકતા અને પ્રભાવ મોરચે સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ફાઇનાન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક્સેસની વાત આવે છે ત્યારે પરિસ્થિતિ વધારે ખરાબ છે જેમાં કોર્પોરેટ વર્કર્સમાં નવ ટકાનો ઘટાડો જોવા મળે છે.