દહેગામના ખેડૂતે જમીનનો સોદો કર્યા બાદ અન્યને વેચી કરોડોની છેતરપીંડી આચરી

0

[ad_1]

  • નવી શરતમાંથી જુની કરાવવા માટે પ્રિમિયમ પણ વેપારીએ ચુકવ્યુ
  • વેચાણ દસ્તાવેજ કરવાની વાત આવી ત્યારે તપાસ કરતા ભાંડો ફુટયો
  • વેપારીએ વર્ષ 2019માં રાંદેસણની જમીનનો સોદો કર્યો હતો

કોબાના જમીનની લે-વેચ કરતા વેપારી સાથે રાંદેસણની જમીન મામલે 3.20 કરોડની છેતરપીંડી થઇ છે. આ વેપારીએ વર્ષ 2019ની સાલમાં રાંદેસણમાં જમીનનો સોદો કર્યો હતો. આ જમીન જે તે સમયે પ્રિમિયમપાત્ર હતી. વેપારીએ પ્રિમિયમના પૈસા પણ ચુકવ્યા હતા અને બાનાખત પણ કરાવ્યુ હતું. જ્યારે વેચાણ દસ્તાવેજની વાત આવી ત્યારે આ જમીનનો સોદો કરનાર શખ્સે હાથ ઉંચા કરી દીધા હતા. તપાસ કરતા ઉપરોક્ત જમીન અન્યને વેચી દેવામાં આવી હોવાનું ખુલ્યુ હતું. જે મામલે આખરે વેપારીએ દહેગામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કોબા નંદનવન બંગલોઝમાં રહેતા નવીનચંદ્ર પ્રભુદાસ પટેલે પોલીસ મથકમાં દહેગામના ખારાકુવા વિસ્તારમાં રહેતા હર્ષ ધિરૂભાઇ શાહ સામે 3.20 કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નવીનચંદ્ર જમીન લે વેચનો વેપાર કરે છે. તેઓને જમીન ખરીદવી હોય પોતાના મિત્ર મહેન્દ્ર પ્રજાપતિ અને કરણ ભરવાડનો સંપર્ક કર્યો હતો. તેઓએ હર્ષ ધીરુભાઈ શાહનો સંપર્ક કરાવ્યો હતો. હર્ષે નવીનભાઇને રાંદેસણમાં જમીન બતાવી હતી. જે જમીનનો પાવર ખેડૂતોએ પોતાના નામે કર્યો હોવાની જે તે સમયે હર્ષે વાત કરી હતી. નવીનભાઇને જમીન ગમતા તેઓએ ઉપરોક્ત જમીનનો સાદો નક્કી કર્યો હતો. આ જમીન પ્રિમિયમ પાત્ર હતી. હર્ષે પ્રિમિયમ ભર્યા બાદ દસ્તાવેજની વાત કરી હતી. આથી નવીનભાઇ એગ્રી થયા હતા. તેઓએ આ જમીનનો બાનાખત કરાવ્યો હતો. જે પેટે તેઓએ હર્ષને 10 લાખ ચુકવ્યા હતા. હર્ષને ત્યારબાદ નવીનભાઇએ પ્રિમિયની બાબતે વાત કરતા તેણે 1.50 કરોડના પ્રિમિયમની વાત કરી હતી. આથી નવીનભાઇએ દોઢ કરોડ હર્ષને પ્રિમિયમ માટે ચુકવી આપ્યા હતા. હર્ષે આ રકમથી ખેડૂતના નામે પ્રિમિયમ ભર્યુ હતું. ત્યારબાદ કટકે કટકે બીજા 1.62 લાખ ચુકવ્યા હતા. પ્રિમિયમ ભર્યા બાદ જમીન નવી શરતમાંથી જુની શરતમાં ફેરવાઇ હતી. ત્યારબાદ કલેક્ટર કચેરીમાંથી આ જમીનનો બિનખેતીનો હુકમ પણ કર્યો હતો. જમીનનું પ્રિમિયમ ભરપાઇ થયા બાદ દસ્તાવેજની જે તે સમયે વાતચીત થઇ હતી. આ દરમિયાન ઉપરોક્ત પ્રક્રિયા પુર્ણ થતા નવીનભાઇ અમેરિકા ગયા હતા. જ્યાંથી પરત ફર્યા બાદ તેઓએ હર્ષનો સંપર્ક સાંધીને ઉપરોક્ત જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાની વાત કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. વારંવાર માગણી છતા જમીનનો દસ્તાવેજ થતો નહતો. આથી હર્ષ પાસે નવીનભાઇએ તેમણે આપેલા પૈસાની બાંહેધરી માગી હતી. હર્ષે પ્રોમીસરી નોટ અને બાકીના નાણાનો ચેક આપ્યો હતો. દરમિયાન નવીનભાઇએ પુનઃ વેચાણ દસ્તાવેજની માગણી કરી હતી. પરંતુ તેમ છતા હર્ષ વેચાણ દસ્તાવેજ કરી આપતો નહતો. બીજીતરફ છેલ્લા કેટલાક સમયથી નવીનભાઇ હર્ષ શાહનો સંપર્ક સાંધી શક્યા નહતા. તે ગાયબ થઇ ગયો હતો. જ્યારે તપાસ કરતા તેઓએ હર્ષ પાસેથી જે જમીનનો સોદો કર્યો હતો તે જમીન માલિકોએ રઘુવિર બિલ્ડકોનની ભાગીદારી પેઢીને વેચી નાખી હતી. તેનો વેચાણ દસ્તાવેજ પણ કરી લેવામાં આવ્યો હતો. આથી પોતે છેતરાયા હોવાનું જણાતા નવીનભાઇએ આખરે હર્ષ ધિરુભાઇ શાહ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

વાંધા અરજી આપી છતા નોંધ પ્રમાણિત થઇ ગઇ

જે જમીનનો સોદો કર્યો હતો તે જમીન જમીન માલિકોએ રઘુવીર બિલ્ડકોનની ભાગીદારી પેઢીને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવાની જાણ જ્યારે નવીનભાઇને થઇ ત્યારે તેઓએ પોતાના વકીલ મારફત ઉપરોક્ત વેચાણ દસ્તાવેજ સામે વાંધા અરજી કરી હતી. જે વાંધા મામલે મામલતદાર કચેરીને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, વાંધા અરજી આપવામા આવી હોવા છતા ઉપરોક્ત વેચાણ દસ્તાવેજની નોંધ પ્રમાણિત થઇ હોવાનું નવીનભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યુ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *