ચહેરો છુપાવી… ભીડથી બચી, ફેન્સનું રિએક્શન જોવા છુપાઇને દીપિકા પહોંચી થિયેટર

0

[ad_1]

  • પઠાણની રિલીઝ બાદ શાહરૂખ-દીપિકા ચર્ચામાં
  • દીપિકા પાદુકોણ છુપાઇને પહોંચી ગઇ થિએટરમાં
  • કાળા કપડાં પહેરીને ચહેરા પર પહેર્યું માસ્ક 
‘પઠાણ’ રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં હતી. આ ફિલ્મ સામે ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે અને આ પ્રક્રિયા સતત ચાલી રહી છે. પઠાણ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવી હતી. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ તેની રિલીઝના પહેલા જ દિવસથી નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે 250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. પઠાણનો જાદુ આખી દુનિયામાં છવાઈ ગયો છે.
આ ફિલ્મે વિશ્વભરમાં 550 કરોડનું કલેક્શન કર્યું છે. પઠાણની અદભૂત કમાણી અને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોઈને દીપિકા પાદુકોણ પણ પોતાને રોકી શકી નહીં. જેના કારણે અભિનેત્રી તેના ચાહકોની વચ્ચે પહોંચી ગઈ હતી. હકીકતમાં, દીપિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં અભિનેત્રીએ પોતાના ચહેરા પર કલર લગાવ્યો હતો અને ઉપરથી નીચે સુધી કાળા કપડા પહેરીને થિયેટરમાં પહોંચી હતી.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દીપિકા પાદુકોણ મુંબઈના બાંદ્રા સ્થિત ગેઈટી ગેલેક્સીમાં જોવા મળી રહી છે. અહીં તે થિયેટરમાં દર્શકોની પ્રતિક્રિયા જોવા આવી હતી. આ દરમિયાન તેણે બ્લેક આઉટફિટ, બ્લેક કેપ અને ફેસ માસ્ક પહેર્યું હતું. અભિનેત્રીના બોડીગાર્ડે તેને ચાહકોની ભીડથી બચાવી અને તેને થિયેટરની અંદર લઈ ગયા અને બહાર પણ લાવ્યા. આખી દુનિયામાં ખળભળાટ મચાવનાર તેની ફિલ્મનું રિએક્શન જોવું તો જરૂરી છે.
તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન, જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મે 5 દિવસમાં આખી દુનિયામાં 550 કરોડની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, પઠાણનું રિલીઝ પહેલા ગીત બેશરમ રંગ રિલીઝ થયું હતું. આ ગીતનો ઘણો વિરોધ થયો હતો. વિરોધીઓએ કહ્યું કે દીપિકાની કેસરી બિકીની બદલવી જોઈએ. તેના રંગ અને આવા કપડાથી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
જે બાદ ઘણી જગ્યાએ પઠાણને લઈને ઘણા પ્રદર્શન જોવા મળ્યા હતા. વિરોધ દરમિયાન શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા. આટલું જ નહીં આટલા વિરોધને કારણે ફિલ્મની સ્ટાર કાસ્ટે પઠાણનું પ્રમોશન પણ નહોતું કર્યું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *