28 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
28 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજન'20 દિવસ બાદ દીપિકા અને તેની લાડલી...', અભિનેત્રીની માતાએ આપ્યા સારા સમાચાર

'20 દિવસ બાદ દીપિકા અને તેની લાડલી…', અભિનેત્રીની માતાએ આપ્યા સારા સમાચાર


દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 8 સપ્ટેમ્બરે તેમની દીકરીનું સ્વાગત કર્યું હતું. તેમની પુત્રીના જન્મ બાદ કપલ એક વખત પણ સાથે જોવા મળ્યું નથી. હવે અભિનેત્રીની માતા અને બહેને જણાવ્યું છે કે 20 દિવસ બાદ માતા અને પુત્રીની તબિયત કેવી છે.

દીપિકા પાદુકોણ લાડલીની સંભાળ રાખવામાં વ્યક્ત

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમની પુત્રીના જન્મ બાદ મીડિયાની સામે આવ્યા નથી. અભિનેત્રી હાલમાં તેના લાડલીની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. ફેન્સ આ કપલના લાડલીની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. આ દરમિયાન હવે અભિનેત્રીની માતા ઉજ્જલા પાદુકોણ અને બહેન અનીશા પાદુકોણ સાથે જોવા મળી હતી.

પાપારાઝીએ દીપિકા પાદુકોણની માતાને તેની પુત્રી અને પૌત્રીની સુખાકારી વિશે પૂછ્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું કે બંને સ્વસ્થ છે અને દિકરી પણ સંપૂર્ણ સ્વસ્થ છે. આ સિવાય જ્યારે તેને કોઈ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે મીડિયાને કોઈ સવાલનો જવાબ આપ્યો ન હતો અને તે પોતાની દીકરી સાથે ત્યાંથી નીકળી ગઈ હતી. જોકે, આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ ખુશ થઈ ગયા હતા.

દીપિકાની માતા અને બહેન થયા ટ્રોલ

આ વીડિયો સામે આવ્યા પછી નેટીઝન્સ અટક્યા નહીં અને દીપિકાની માતા અને બહેનને ટ્રોલ કરવા લાગ્યા હતા. એક યુઝરે લખ્યું હતું, ‘આ બંને દીપિકાની માતા અને બહેન કેવા લાગે છે.’ એકે લખ્યું કે, ‘કોણ આને જોઈને કહેશે કે આ દીપિકા પાદુકોણની માતા અને બહેન છે.’ અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘એવું નથી લાગતું કે તે ખરેખર દીપિકાની માતા છે.’

બાળકના જન્મ બાદ નો ફોટો પોલિસી

દીપિકાને ડિલિવરી પછીના થોડા દિવસો બાદ રજા આપવામાં આવી હતી અને જ્યારે તેઓ તેમની પુત્રીને ઘરે લાવ્યા ત્યારે તેણી પ્રથમ વખત રણવીર સિંહ સાથે જોવા મળી હતી. પોતાના પહેલા બાળકના જન્મ પછી અભિનેત્રીએ હવે નો ફોટો પોલિસી અપનાવી છે. અન્ય સેલેબ્સની જેમ દીપિકા અને રણવીર હજી તેમના બાળકની તસવીર શેર કરશે નહીં.

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ કલ્કી એડી 2898માં જોવા મળી હતી. હવે ટૂંક સમયમાં દીપિકા અને રણવીર સિંહ રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિંઘમ અગેઈનમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ 1 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય