સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવને રંગબેરંગી પતંગ-ફીરકીનો શણગાર

0

[ad_1]

  • શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ પર વિશેષ અર્ચના
  • શ્રી કષ્ટભંજનદેવ દાદાને પતંગના વાઘાનો દિવ્ય શણગાર
  • દાદાના સિંહાસન, મંદિરને રંગબેરંગી પતંગ-ફીરકીનો શણગાર કરાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ એવં પવિત્ર મકરસંક્રાંતિ પર્વ નિમિતે વિશેષ શણગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. શ્રી કષ્ટભંજનદેવ દાદાને પતંગના વાઘાનો દિવ્ય શણગાર ધરાવી દાદાના સિંહાસન, મંદિરને રંગબેરંગી પતંગ-ફીરકીનો શણગાર કરાયો. દાદાને મમરા-તલના લાડુ, કાળા-સફેદ તલ-દાળિયાની ચીકી,શીંગ-ખજુર-ડ્રાયફ્રૂટ,ટોપરા વિગેરના પાક,કચરિયું વિગેરેનો અન્નકૂટ ધરાવીને વિશેષ શણગાર આરતી કરાઈ.

મંદિરની ગૌશાળામાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે દિવ્ય ગૌ પૂજન ઉત્સવ સવારે 9થી 11 કલાક દરમિયાન 108 ગાયોનું- યજમાનો એવં સંતો દ્વારા દિવ્ય પૂજનનું આયોજન કરવામાં આવેલ.

દિવ્ય ગૌ પૂજન અંતર્ગત 108 ગૌ વંશ દર્શન, 108 ગૌ વત્સ દર્શન, ગૌ ચરણ પ્રક્ષાલમ,કેસર જળથી સ્નાન, ગૌ અર્ધ્ય પ્રદાન,રેશમ વસ્ત્ર સમર્પણ, ગૌમાતાને ગોળની મીઠાઈઓનો ગૌશાળ,પુષ્પવૃષ્ટિ, ગૌ મહાનીરજનમ તથા ગૌપાલક પૂજન વિગેરેનું આયોજન કરવામાં આવેલ.

મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસ યજ્ઞની પૂર્ણાહુતી બપોરે 11.30 કલાકે કરવામાં આવેલ. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ લીધેલ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *