28 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
28 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતYatradham Pavagadh ખાતે ભક્તોનું ઘોડાપુર, નવરાત્રિમાં દર્શન સમયમાં કરાયો ફેરફાર

Yatradham Pavagadh ખાતે ભક્તોનું ઘોડાપુર, નવરાત્રિમાં દર્શન સમયમાં કરાયો ફેરફાર


યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યુ છે. જેમાં નવરાત્રિના આગલા દિવસે ભક્તોનું ઘોડાપુર આવ્યું છે. તેમાં લાખોની સંખ્યામાં મહાકાળી માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા છે. ગઇકાલે અમાસ અને મંગળવારનો સંયોગ હોઈ ભક્તો ઉમટ્યા હતા. આજના દિવસે મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ છે.

 નવરાત્રિના આગલા દિવસે ભક્તોનું ઘોડાપુર આવ્યું

પંચમહાલમાં યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના આગલા દિવસે ભક્તોનું ઘોડાપુર આવ્યું છે. લાખ્ખોની સંખ્યામાં ભક્તો માં મહાકાળીના દર્શને ઉમટ્યા છે. આજે અનોખો સંયોગ હોય મંદિરમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું છે. આજના દિવસે માં મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. નવરાત્રિમાં સ્થાપના કરવા માટે મહાકાળી માતાજીની જ્યોત લેવા માટે આજે ભક્તો ઉમટી પડ્યા છે. નવરાત્રિના આગલા દિવસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લાખો ભક્તો જ્યોત લેવા આવતા હોય છે. તેથી પાવાગઢના તારાપુર દરવાજા પાસે સૌથી વધારે ભક્તોની ભીડ જોવા મળી છે.

ભક્તોના ઘોડાપુરને લઇ તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી

ભક્તોના ઘોડાપુરને લઇ તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. પંચમહાલના પાવાગઢ ખાતે પ્રસિદ્ધ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે નવરાત્રિના દિવસોમાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આગામી 3 ઓક્ટોબરથી શરુ થતી નવરાત્રિ પહેલા શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર્શાનાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ બસોની સંખ્યા વધારી છે. પાવગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ આવે છે.

આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો

મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી નવરાત્રિ પહેલા દર્શન કરવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ નોરતે, આઠમા નોરતે અને પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે સમયમાં વધારો કરીને સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે અને રાતના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય