– અધિકારી બીલોમાં સહી કરતા ન હોવાથી વેપારીઓ માલ-સામાન આપતા નથી
– શહેરમાં 30 ટકા જેટલી સ્ટ્રીટલાઈટો બંધ હોવાથી તસ્કરોને મોકળું મેદાન, ચોરીના બનાવો વધ્યા
સિહોર : સિહોર શહેરમાં નગરપાલિકા તંત્રના અંધેર વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. શહેરમાં ૩૦ ટકા જેટલી સ્ટ્રીટલાઈટો બંધ હોવાથી અંધકારના ઓળા ઉતર્યા છે. જેના કારણે રાત્રિના સમયે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અસંખ્ય વખત ફરિયાદો કરવા છતાં પાલિકા તંત્રનું પેટનું પાણી હલતું ન હોય, સિહોરવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.