અરુણાચલમાં ડેમનું નિર્માણ ફાસ્ટ ટ્રેક પર

0

[ad_1]

  • ચીનની મેડોગમાં બ્રહ્મપુત્રા નદી પર 60,000 મેગાવોટના ડેમ પ્રોજેક્ટનું નિર્માણ કરવાની યોજનાથી ભારત સતર્ક
  • ચીન સાથે જળયુદ્ધનો ભય
  • ચીનના આ પ્રોજેક્ટને કારણે ભારત માટે ઘણી ચિંતાઓ પેદા થઇ શકે છે

ચીન સાથે જળયુદ્ધની આશંકાને જોતા ભારતે અરુણાચલપ્રદેશના સુબાનસિરીમાં 11,000 મેગાવોટના સૌથી મોટા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું કામકાજ વેગવતું બનાવ્યું છે. ઉત્તરપૂર્વમાં સરહદ નજીક ચીન દ્વારા નિર્મિત ડેમ સામે પ્રતિક્રિયાના ભાગરૂપે ભારત પણ ઇવેલ્યૂએશન સમિતિની ભલામણ અને ઊર્જા મંત્રાલય દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ અવરોધાયેલા ત્રણ પ્રોજેક્ટનું કામકાજ ઝડપી બનાવી રહ્યું છે અને આ પ્રોજેક્ટ્સને સંભવિત રીતે NHPCને સોંપવામાં આવી શકે છે. સરકારી સૂત્રોના અનુસાર અરુણાચલપ્રદેશ સરહદ નજીક ચીન પોતાને ત્યાં મેડોગમાં યારલુંગ ઝાંગબો (બ્રહ્મપુત્રા) નદી પર 60,000 મેગાવોટના પ્રોજેક્ટનું નિર્માણ કરવાની વિચારણા કરી રહ્યું છે. અને ચીનના આ પ્રોજેક્ટને કારણે ભારત માટે ઘણી ચિંતાઓ પેદા થઇ શકે છે. જો ચીન નદીના પાણીને બીજે વાળવાનો નિર્ણય કરે તો પાણીની અછત સર્જાઇ શકે છે તેવી જ રીતે જો ચીન દ્વારા ઓચિંતું પાણી છોડવામાં આવે તો નદીમાં પૂર આવવાથી અરુણાચલ અને આસામમાં લાખો લોકો પ્રભાવિત થઇ શકે છે. ભારત માટે બ્રહ્મપુત્રા નદીના મહત્ત્વને જોઇએ તો દેશના તાજા પાણીના સ્રોતમાં બ્રહ્મપુત્રા નદી 30 ટકા હિસ્સો ધરાવે છે અને દેશની કુલ હાઇડ્રો પાવર ક્ષમતામાં 40 ટકા પ્રદાન બ્રહ્મપુત્રા નદીનું છે. બ્રહ્મપુત્રા નદીનો લગભગ 50 ટકા મેદાન પ્રદેશ ચીનના ક્ષેત્રમાં આવેલો છે.

ડેમ બાંધીને ચીન પાણી વાળી શકે

સૂત્રોએ કહ્યું હતું કે આ ચિંતાની વાત છે કે ડેમનું નિર્માણ કર્યા બાદ ચીન બ્રહ્મપુત્ર નદીના પાણીને વાળી શકે છે. એટલું જ નહીં તે ગમે તે સમયે ડેમ મારફત અઢળક પાણીને નદીમાં છોડી શકે છે જેના કારણે અરુણાચલપ્રદેશ અને આસામમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે. જોકે, ચીને આ તમામ આશંકાઓને વિવિધ મંચો પર ફગાવી છે પરંતુ ચીનના દાવા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. વરિષ્ઠ અધિકારીના અનુસાર ભારતે મિશન મોડમાં પોતાની યોજના તૈયાર કરવાની જરૂર છે અને તેથી જ અરુણાચલ પ્રદેશમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સનું નિર્માણ વેગવંતું બનાવાઇ રહ્યું છે.

2000સ્ઉનો પ્રોજેક્ટ આ વર્ષે પૂર્ણ થશે

સરકારી સૂત્રોએ કહ્યું હતું કે 2,000 મેગાવોટનો લોવર સુબાનસિરી પ્રોજેક્ટ આ વર્ષના મધ્ય ભાગ સુધીમાં સંપન્ન થશે. આ મલ્ટીપલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વીજળી પેદા કરવા ઉપરાંત જો ચીન દ્વારા નદીના પાણીને વાળવામાં આવે તો પણ આખું વર્ષ પીવાના પાણીની તંગી નહીં થવા દે અને સાથે જ જો ચીન દ્વારા અસામાન્ય રીતે મોટા જથ્થામાં પાણી છોડાય તો પણ પૂરની સ્થિતિ નહીં સર્જાવા દે. અરુણાચલપ્રદેશમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સનું નિર્માણ કરવાનો નિર્ણય ચીન દ્વારા પોતાના ડેમ મારફત પાણીના પ્રવાહને વાળવાની સંભવિત અસરને ખાળવા માટે વ્યૂહાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *