2023માં ઈન્ટરનેટ યૂઝર્સ પર થઈ શકે એવા સાઇબર એટેક અને તેનાથી બચવાના

0

[ad_1]

  • ઈન્ટરનેટ પર અચંબિત કરતી જાહેરાતો મુશ્કેલીઓ વધારશે
  • ગ્રાહકને ખરીદી દરમ્યાન ‘ઓપન બૉક્સ’ ડિલિવરીનો વિકલ્પ પણ આપવામાં આવતો નથી
  • ઓનલાઈન લોન એપ્લિકેશનોનું વિષચક્ર કોરોનાકાળથી શરૂ થયું છે

14 ડિસેમ્બરે સંસદમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફેર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ભારતીય કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે આ વર્ષે નવેમ્બર 2022 સુધીમાં 12.67 લાખ જેટલી સાઈબર હુમલાની ઘટનાઓને પ્રાપ્ત કરી અને તેનું ટ્રેકિંગ કર્યું. વધુમાં ભારતીય કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જ પ્રકાશિત કરેલા સાઈબર હુમલાની માહિતી અનુસાર 2017માં કુલ 41,378 સાઈબર હુમલા તેમજ 2021માં 14,02,809 સાઈબર હુમલા નોંધાયા હતા. આમ, સાઈબર હુમલાઓ સતત વધી રહ્યા છે અને તેને અંકુશમાં રાખવા હોય તો દરેક સંસ્થાએ પોતાની નૈતિક જવાબદારી સમજીને સાઈબર અવેરનેસ કરવું જ જોઈએ. સાઈબર અવેરનેસ જ એકમાત્ર રસ્તો છે, જેનાથી ઝડપથી સાઈબર હુમલાઓને કાબૂમાં લાવી શકાશે અને તેના પર વિજય મેળવી શકાશે. આજના લેખ થકી આપણે 2023માં ઈન્ટરનેટ યૂઝર્સ પર થઈ શકે તેવા સાઈબર એટેક અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાણીશું.

ઈન્ટરનેટ પર અચંબિત કરતી જાહેરાતો મુશ્કેલીઓ વધારશે

સોશિયલ મીડિયા પ્લેટફેર્મ અને બ્રાઉઝિંગ દરમ્યાન આપણે ઘણી બધી વાર નોંધ લીધી છે કે મોંઘી વસ્તુ સસ્તા ભાવે ઓફર કરતી એડ્સ પ્રસારિત કરવામાં આવતી હોય છે, જ્યાં ખરીદનારને કૅશ ઓન ડિલિવરી વિકલ્પ આપવામાં આવતો જ નથી અને જો કૅશ ઓન ડિલિવરી વિકલ્પ આપવામાં આવે તો વસ્તુની કિંમત મોંઘી કરી દેવામાં આવે છે, પરિણામે ખરીદનાર ઓનલાઇન પેમેન્ટ માટે જ પ્રોત્સાહિત થાય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે અને એક વાર નાણાં ચૂકવાઈ જાય એટલે વસ્તુ પણ આવતી નથી અને જો વસ્તુ આવે તો તે યોગ્ય ગુણવત્તાવાળી પણ હોતી નથી, સાથે જ ગ્રાહકને ખરીદી દરમ્યાન ‘ઓપન બૉક્સ’ ડિલિવરીનો વિકલ્પ પણ આપવામાં આવતો નથી, જેનાથી એક વાર જો કોઈ ગ્રાહક આ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો શિકાર થઈ જાય ત્યારબાદ આવી ઓનલાઇન લેભાગુ કંપનીઓ દ્વારા પ્રોડક્ટ અને રૂપિયા રિટર્ન કરવાના નામથી પણ ગ્રાહકોને છેતરવામાં આવે છે.

સાઇબર સલામતી માટે આ પાંચ બાબતોનું ધ્યાન રાખવું

1) અચંબિત કરતી અને લોભામણી જાહેરાતોથી દૂર રહો અને હંમેશાં પ્રતિષ્ઠિત પોર્ટલ પરથી જ ખરીદી કરવી જોઈએ.

2) જ્યાં મોંઘી વસ્તુ સસ્તા ભાવે ઓફર કરવામાં આવે છે ત્યારે હંમેશાં અલગ અલગ ચાર પાંચ પ્રતિષ્ઠિત ઈ અને એમ કોમર્સ પોર્ટલ સાથે તેની સરખામણી કરીને તેની પુષ્ટિ કરવી જોઈએ.

3) ‘એચ ટી ટી પી’ થી શરૂ થતી વેબસાઈટ પર ક્યારેય નાણાકીય વિગતો દાખલ કરવી જોઈએ નહીં, માત્ર ‘એચ ટી ટી પી એસ’ વેબસાઈટને અથવા વેબસાઈટની શરૂઆતમાં તાળાનું ચિહ્ન હોય તે જ વેબસાઈટ અનુસરો.

4) વેબસાઈટ પર વસ્તુના ફેટા અને પ્રોડક્ટ માટે લખેલું વિવરણ અવશ્ય વાંચવું. જો ફેટા ઝાંખા દેખાય અને લખાણ અઘરું અને ભૂલવાળું હોય તો તેવી વેબસાઈટ સાથે કોઈ પણ નાણાકીય વ્યવહાર ન કરવો જોઈએ.

5) જે વેબસાઈટ પર પ્રોડક્ટ માટે રિટર્ન અને ઓપન બૉક્સ પૉલિસી, રજિસ્ટર ઓફ્સિ સરનામું અને એક કરતાં વધારાની સંપર્ક માહિતી ન હોય તો તેવી વેબસાઈટથી હંમેશાં દૂર રહેવું જોઈએ.

ફૅરેક્સ ઇન્વેસ્ટમેન્ટ અને ક્રિપ્ટો કરન્સી સ્કેમ વધશે

પાછલાં બે વર્ષોમાં સમગ્ર દુનિયામાં અને ભારતમાં ફૅરેક્સ ઇન્વેસ્ટમેન્ટ અને ક્રિપ્ટો કરન્સીના નામથી સૌથી મોટા પાયે સાઈબર કૌભાંડ આચરવામાં આવે આવ્યાં છે, જેમાં ઇન્વેસ્ટરને રોજના હજાર ડૉલર પ્રોફિટની લાલચ આપવામાં આવે છે. ઇનવેસ્ટરના મોબાઈલમાં એક ફેક એપ્લિકેશન ‘એ પી કે’ ના માધ્યમથી ડાઉનલોડ કરવામાં આવે છે, પરંતુ એપ્લિકેશનનું સમગ્ર નિયંત્રણ સ્કૅમરના હાથમાં હોય છે. શરૂઆતના ચારપાંચ દિવસમાં યૂઝર્સને તગડો પ્રોફિટ કમાવી આપવામાં આવે છે, જેનાથી યુઝર્સ વધુ ને વધુ રોકાણ કરે. ત્યારબાદ યુઝર્સને પોતાના હાથ નીચે બીજા 10 ઇન્વેસ્ટર જોડવાનું કહેવામાં આવે છે. એને એક વાર મસમોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય એટલે એપ્લિકેશનને બંધ કરી દેવામાં આવે છે અને રૂપિયા પણ વિડ્રો કરવા દેવામાં આવતા નથી. પાછલાં બે વર્ષમાં ઘણા ઓનલાઈન રોકાણકારો આવા પ્રકારની મોડસ ઓપરેન્ડીનો શિકાર બન્યા અને તેમના અબજો રૂપિયા ડૂબ્યા. મારા મતે આ પ્રકારનો સાઈબર ક્રાઇમ 2023માં પણ વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે.

આવી ભૂલ ક્યારેય કરવી નહીં

1) ઓછા સમયમાં વધારે પ્રોફિટ કમાવી આપતી એપ્લિકેશનોથી અને તેની એડ્સથી દૂર રહેવું જોઈએ.

2) બેન્કના ક્રેડેન્શિયલ કોઈની પણ સાથે શૅર કરવા જોઈએ નહીં તેમજ એકાઉન્ટનું નિયંત્રણ કોઈ અજાણી વ્યક્તિના હાથમાં આપવું નહીં.

3) ફૅરેક્સ ટ્રેડ પહેલાં ‘આર બી આઈ’ અને ‘સેબી’ની એડવાઈઝરીને જાણવી જરૂરી છે.

4) ‘એ પી કે’ ના માધ્યમથી એપ્લિકેશનને મોબાઈલમાં સ્થાપિત કરવી જોઈએ નહીં.

5) કોઈ પણ પ્રકારના દસ્તાવેજોને વાંચ્યા વગર તેના પર સહી કરવી જોઈએ નહીં.

મહિલાઓના નામનું ફેક એકાઉન્ટ બનાવીને બદનામ કરવાનું સ્કેમ

જો મહિલાઓ કોઈ ઈ-રોમિયોના તાબે થતી નથી, તો આવા ઈ-રોમિયો મહિલાઓના નામની ફેક પ્રોફઈલ બનાવે છે અને તેમના પર એક ચોક્કસ પ્રકારનું સાઇકોલૉજિકલ દબાણ બનાવીને મહિલાને તાબે કરવાનો પ્રયત્ન કરે છે, જેમાં ઈ-સેક્સ મેનિયાકો સોશિયલ મીડિયા પ્લેટફેર્મ પર મહિલાઓના જે સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફઈલ લૉક કરેલી નથી તેવા એકાઉન્ટમાંથી ફેટા લઈને મહિલાઓના નામની ફેક પ્રોફઈલ બનાવે છે અને મહિલાને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. બદલામાં મહિલાઓ પાસેથી અઘટિત માંગણીઓ કરે છે. ઘણા કેસ સ્ટડીમાં એવું જોવા મળ્યું છે કે સામાજિક બદનામીના ડરથી મહિલાઓ કોઈને કહી શકતી નથી અને આવા ઈ-સેક્સ મેનિયાકોના તાબે થઈ જાય છે અથવા આત્મહત્યા કરી બેસે છે. પ્રાપ્ત થતી આંકડાકીય માહિતી અનુસાર પાછલાં પાંચ વર્ષોમાં મહિલાઓ પર થતા સાઈબર અપરાધોનું પ્રમાણ વધ્યું છે.

કંઇપણ કરતાં પહેલા આટલી કાળજી ચોક્કસ રાખો

1) તમામ સોશિયલ મીડિયા પ્રોફઈલને લૉક રાખો અને જેને તમે પ્રત્યક્ષ ઓળખો છો તેવા જ યુઝર્સને ફ્રેન્ડ કે ફેલોઅર લિસ્ટમાં સ્થાન આપો.

2) ક્યારેય પબ્લિક ડોમેઈનમાં પોતાના મોબાઈલ નંબરને જાહેર ન કરો.

3) હૅશ ટેગનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ. જો કોઈ ફેટાઓને પોસ્ટ કરવા માંગતા હો તો.

4) કોઈ પણ પ્રકારના દબાણમાં આવ્યા વગર અને અઘટિત માંગણીઓ સંતોષાયા વગર ‘શી ટીમ’ તેમજ સાઈબર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો અતિઆવશ્યક સાથે ફેમિલી મેમ્બરને પણ ઘટનાની જાણ કરો.

5) ગભરાઈને ક્યારેય ચેટ ડિલીટ ન કરવી જોઈએ. જો કોઈને બ્લોક કરો છો કે તેનો સોશિયલ મીડિયા પ્લેટફેર્મ પર રિપોર્ટ કરો છો તે પહેલાં તમામ ચેટની ટાઈમલાઈન સાથે સ્ક્રીન શોટ લો ને જો વીડિયો હોય તો તે ડાઉનલોડ કરી લો.

લોટરી, કૅશબેક, રિવોડ્ર્સ અને ડેબિટ-ક્રેડિટ કાર્ડ અપગ્રેડ આધારિત સ્કેમ

લોટરી, કૅશબેક, રિવોર્ડ્સ અને ડેબિટ ક્રેડિટ કાર્ડ આધારિત સ્કેમ આગામી સમયમાં પણ પ્રમુખસ્થાન પર રહેશે, કારણ કે સાઈબર અપરાધીઓ માટે માત્ર યૂઝર્સના મોબાઈલ પર આવા પ્રકારના મેસેજ મોકલીને યૂઝર્સને ઈ-માયાજાળમાં ફ્સાવીને યૂઝર્સ પાસે તેની ડિવાઈસ પર ‘એનીડૅસ્ક અને ટીમ વ્યૂઅર’ જેવી રિમોટ ડેસ્કટોપ એપ્લિકેશનોને પ્રસ્થાપિત કરાવીને ખૂબ જ સહજતાથી અને સરળતાથી યૂઝર્સનાં બેંક એકાઉન્ટ ખાલી કરી દેવામાં આવે છે. આવા પ્રકારની મોડસ ઓપરેન્ડીમાં યૂઝર્સ ઝડપથી ફ્સાઈ જતાં હોવાથી આ પ્રકારના સાઈબર ક્રાઈમ ચાલુ વર્ષે વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે.

સ્કેમથી બચવા આટલું ધ્યાન રાખો

1) લોટરી,કૅશબેક,રિવોડ્ર્સ અને ડેબિટ ક્રેડિટ કાર્ડ અપગ્રેડ બાબતે કોઈ પણ પ્રકારનો મેસેજ જો તમારા મોબાઈલ પર આવે છે કે કોઈ ફેન આવે છે તો તરત સચેત થઈ જવું અને તેમને અવગણવા.

2) ‘એનીડૅસ્ક અને ટીમ વ્યૂઅર’ જેવી રિમોટ ડેસ્કટોપ એપ્લિકેશનોને પ્રસ્થાપિત કરવાથી હંમેશાં બચવું જોઈએ.

3) ડેબિટ ક્રેડિટ કાર્ડ અપગ્રેડ માટે હંમેશાં બેંક શાખાનો જ રૂબરૂ સંપર્ક સાધવો જોઈએ.

4) બેંક માટેના ટોલ ફરી નંબર માટે ડેબિટ ક્રેડિટ કાર્ડની પાછળ લખેલો નંબર જ અનુસરવો જોઈએ અથવા તે નંબર બેંકની શાખા પરથી જ મેળવવો જોઈએ અથવા ઓરિજિનલ વેબસાઈટ પરથી જ, સર્ચ એન્જિન થકી નહીં.

5) લોટરી,કૅશબેક,રિવોડ્ર્સના નામથી જો કોઈ મેસેજ આવેલો હોય તો તેને અવગણવો અને સાથે જ આવેલી લિંકને ક્યારેય અનુસરવી જોઈએ નહીં.

(5) ઓનલાઈન લોન એપ્લિકેશનોથી સાવધાન! :

ઓનલાઈન લોન એપ્લિકેશનોનું વિષચક્ર કોરોનાકાળથી શરૂ થયું છે, જે એટલી હદ સુધી વ્યાપી ચૂક્યું છે કે તેના વિષચક્રમાં જે ફ્સાયું છે તે સતત ફ્સાતું જ જાય છે. તેમાંથી બહાર નીકળી શકાતું નથી. એક એપ્લિકેશનથી લીધેલી લોન પૂર્ણ કરવા માટે બીજી એપ્લિકેશન પરથી લોન લેવામાં આવે છે અને આ રીતે ઓનલાઈન લોન લેનાર આમાં ફ્સાતો જ જાય છે અને અમુક વાર તો કાચાપોચા હ્યદયવાળી વ્યક્તિઓ તો આત્મહત્યા પણ કરી લે છે. ઓનલાઈન લોન લેનારનો મોબાઈલ હેક થઈ જાય છે તેનો ડેટા પણ ચોરાઈ જાય છે. સમયસર લોન ચૂકવણી ન થાય તો ફેટા પણ મોફ્ર્ કરીને વાઇરલ કરવામાં આવે છે. સગાંસંબંધીઓ અને મિત્રોને ફેન કરીને માનસિક ત્રાસ આપવામાં આવે છે. અમુક કેસ સ્ટડીમાં તો એ બાબત પણ સામે આવી છે કે લોન આપનારા લોન લેનારનાં જ પૅનકાર્ડ, આધારકાર્ડનો ઉપયોગ કરીને ત્રાહિત એપ્લિકેશનો પરથી લોન લે છે અને દુઃખની વાત એ છે કે જેના ડોક્યુમેન્ટનો ઉપયોગ થયેલો હોય છે તેની તેને જ ખબર હોતી નથી.

તો સાઇબર સલામતી માટે આ પાંચ બાબતોનું ધ્યાન રાખવું :

(1) આર બી આઈ તેમજ એન બી એફ્ સી દ્વારા માન્યતાપ્રાપ્ત સંસ્થા પાસેથી તેમજ ઓનલાઈન પ્લેટફેર્મ પરથી લોન લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

(2) ‘એ પી કે’ ના સ્વરૂપે આવેલી કોઈ પણ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવી જોઈએ નહીં. હંમેશાં પ્લેસ્ટોર કે એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

(3) આધારકાર્ડ અને પૅનકાર્ડ કોઈ પણ એપ્લિકેશન પર અપલોડ કરતાં પહેલાં તે એપ્લિકેશનની યોગ્યતાની ખરાઈ કરવી અત્યંત જરૂરી છે.

(4) લોન ભર્યા પછી પણ તમને સતત લોન ભરવા માટેના ફેન આવતા હોય તો તમારે તમારી નજીક આવેલા સાઈબર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો જોઈએ અથવા 1930 નંબર પર ડાયલ કરવું જોઈએ ને મદદ માંગવી જોઈએ.

(5) લોનની ઉઘરાણી કરનારના મોબાઈલ પરથી આવેલ પુરાવાઓને નષ્ટ કરતાં પહેલાં તેના સ્ક્રીન શોટ અવશ્ય લઈ લેવા જોઈએ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *