India Ransomware Attack Data : દેશમાં દિવસે ને દિવસે મોબાઈલ યુઝર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજીતરફ મોબાઈલ ધારકો પર રેન્સમવેર એટેકે પણ ખતરો વધી રહ્યો છે. તાજેતરમાં દેશના મોબાઈલ યુઝર્સ પર થયેલા રેન્સમવેર એટેક મામલે ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે.
1000 મોબાઈલમાંથી માત્ર 300 એન્ડ્રોઈડ સેફ
ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ દેશમાં રેન્સમવેર એટેકનો ભોગ બનેલા ટોપ-10 શહેરોમાં ગુજરાતના બે શહેરનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત દેશના 1000 મોબાઈલમાંથી માત્ર 300 એન્ડ્રોઈડ ફોન જ સુરક્ષિત હોવાનું તેમજ દર મિનિટે 700થી વધુ સાયબર ગુના થઈ રહ્યા હોવાનો પણ ખુલાસો થયો છે.