નવી સિઝનમાં જીરુંનું ઉત્પાદન 4.14 લાખ ટન રહેવાનો અંદાજ

0

[ad_1]

  • ગઈ સિઝનમાં જીરુંનું ઉત્પાદન 20 ટકા ગગડી 3.88 લાખ ટન પર રહ્યું હતું
  • મરીના ભાવ પર દબાણ જોવા મળે તેવું માનવામાં આવે છે
  • જીરાની વાત કરીએ તો ગઈ સિઝન કરતાં વધુ ઉત્પાદનની શક્યતા

દેશમાં ચાલુ સિઝનમાં મરચાંનું ઉત્પાદન 23 ટકા વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતા છે. ન્ટિરનેશનલ સ્પાઈસ કોંગ્રેસ 2023માં રજૂ કરવામાં આવેલા અંદાજો મુજબ જીરું અને મરી જેવા મસાલા પાકોના ઉત્પાદનમાં પણ ચાલુ વર્ષે વૃદ્ધિ જોવા મળશે. આમ ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ની સિઝનમાં મસાલાઓનું ઉત્પાદન ઊંચું જળવાશે.

ઓલ ઈન્ડિયા સ્પાઇસિસ એક્સ્પોર્ટર્સ ફેરમ આયોજિત કોંગ્રેસ મુજબ આગામી જીરાના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જળવાય શકે છે. જ્યારે મરચાંમાં ગયા વર્ષની માફક ભાવ ઊંચા મળે તેવી શક્યતા નથી. મરીને બાદ કરતાં વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલો ઉત્પાદન ટ્રેન્ડ ભારતમાં પણ પ્રતિબિંબિત થઈ રહ્યો છે. વૈશ્વિક મરીનું ઉત્પાદન ગયા વર્ષે 5.21 લાખ ટનની સરખામણાં ચાલુ વર્ષે 5.39 લાખ ટન થવાની શક્યતાં છે. ઊંચી ઈન્વેન્ટરીને જોતાં મરીના ભાવ પર દબાણ જોવા મળે તેવું માનવામાં આવે છે. જ્યારે ઊંચા કેરી ઓવર સ્ટોક્સ પાછળ હળદરના ભાવમાં સ્થિરતા જળવાય રહેવાની સંભાવના છે. વૈશ્વિક સ્તરે જીરાનું ઉત્પાદન 5 લાખ ટનની નીચે જળવાય રહે તેવી શક્યતાં છે. ભારતમાં પણ તે મહામારી અગાઉના સ્તરની નીચે જ જળવાયેલું રહેશે. જોકે ચીન ખાતે મરચાના પાકમાં 10 ટકા ઘટાડાને પગલે ભારતમાં મરચાંના ભાવને લાભ થઈ શકે છે. ચાલુ સિઝનમાં પાકની સ્થિતિને જીવાતથી ખતરો નથી. ખેતરોના સર્વે પરથી દેશમાં પ્રતિ એકરે 1-1.5 ટન મરચાંના ઉત્પાદનની શક્યતા છે. જેને જોતાં કુલ પાક 1.6 કરોડ ટન રહેવાનો અંદાજ મુકાય રહ્યો છે. જે ગઈ સિઝનમાં 1.2 કરોડ ટન પર હતો. જીરાની વાત કરીએ તો ગઈ સિઝન કરતાં વધુ ઉત્પાદનની શક્યતા છતા ભાવમાં મજબૂતી જળવાય રહેવાનો અંદાજ છે.

ગઈ સિઝનમાં જીરાનું ઉત્પાદન 20 ટકા ગગડી 3.88 લાખ ટન પર રહ્યું હતું. જે નવી સિઝનમાં 4.14 લાખ ટન પર રહેવાનો અંદાજ છે. જેને પગલે જીરાનું વૈશ્વિક ઉત્પાદન પણ 4.08 લાખ ટન પરથી વધી 4.35 લાખ ટન પર જોવા મળશે. જોકે ભારતમાં ચોખ્ખો સપ્લાય 7 ટકા નીચો રહેવાની શક્યતાં જોવામાં આવે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *