31 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, નવેમ્બર 23, 2024
31 C
Surat
શનિવાર, નવેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeબિઝનેસકેનેડા, ઈટાલીની GDP કરતા ક્રિપ્ટોની માર્કેટ કેપ ઊંચી | Crypto market cap...

કેનેડા, ઈટાલીની GDP કરતા ક્રિપ્ટોની માર્કેટ કેપ ઊંચી | Crypto market cap higher than GDP of Canada Italy



મુંબઈ : અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવ્યા બાદ ક્રિપ્ટોકરન્સીસ બજારમાં આવેલી રેલીને પરિણામે ક્રિપ્ટો કરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ૩ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે જે કેનેડા, બ્રાઝિલ તથા ઈટાલી જેવા કેટલાક દેશોના વાર્ષિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) કરતા પણ વધુ હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. 

ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કેટ કેપ વધી ૩.૧૫ ટ્રિલિયન ડોલર જોવા મળી છે. ટ્રમ્પ ક્રિપ્ટો માર્કેટની તરફેણમાં હોવાથી અને અમેરિકામાં વ્યાજ દરમાં વધુ ઘટાડાની અપેક્ષાએ છેલ્લા દસ દિવસમાં બિટકોઈનની આગેવાની હેઠળ ક્રિપ્ટોકરન્સીસમાં જોરદાર રેલી જોવા મળી છે.

 બિટકોઈને ૯૩૦૦૦ ડોલરની સપાટી દર્શાવી હતી. એકલા બિટકોઈનની માર્કેટ કેપ ૧.૭૫ ટ્રિલિયન ડોલર જોવા મળી રહી છે. આ ઉપરાંત અન્ય મોટી ક્રિપ્ટો એથરમની માર્કેટ કેપ ૩૮૪ અબજ ડોલર જ્યારે ટેથરની ૧૨૬ અબજ ડોલર જોવાઈ રહી છે.

ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કેટ કેપની સરખામણીએ કેટલાક દેશોના  જીડીપી પ્રમાણમાં ઘણા નીચા જોવા મળી રહ્યા છે. કેનેડાનું જીડીપી ૨.૨૧ ટ્રિલિયન ડોલર છે જ્યારે ઈટાલીનું ૨.૩૮ ટ્રિલિયન ડોલર અને બ્રાઝિલનું ૨.૧૯ ટ્રિલિયન ડોલર હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. 

ગુરુવારે બિટકોઈને ૯૩૪૭૭ ડોલરની સપાટી દર્શાવી ઊંતા મથાળે પ્રોફિટ બુકિંગે ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. 

અમેરિકામાં ઓકટોબરનો ફુગાવો અપેક્ષા પ્રમાણે જ આવતા અને આગામી મહિનાની બેઠકમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ પા ટકાનો ઘટાડો આવવાની શકયતા વધી જતા ક્રિપ્ટોકરન્સીસને ટેકો મળ્યો હતો, પરંતુ ફેડરલના ચેરમેન જેરોમ પોવેલે ગુરુવારે કરેલા નિવેદનમાં  જણાવ્યું હતું કે અર્થતંત્રમાં એવા કોઈ સંકેત મળતા નથી જે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં ઝડપ કરવા  સૂચવે છે. 

પોવેલના આ નિવેદન બાદ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા મંદ પડી હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય