પીરોજપુરની જમીન પચાવી પાડનાર જેઠીપુરા ગામના 23 વ્યક્તિ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો

0

[ad_1]

Updated: Jan 28th, 2023


કરોડોની સાત વીઘા જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો  ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં જમીન પચાવી લેવાનો વધુ એક મામલો સામે
આવ્યો છે. જેમાં ગાંધીનગર તાલુકાના પીરોજપુર ગામની સીમમાં આવેલી આશરે ૭ વીઘા જમીન
પર જેઠીપુરાના ૨૩ વ્યક્તિઓએ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હોવાનો મામલો સામે આવ્યો
છે.આ અંગે ડભોડા પોલીસ સ્ટેશન ખાતે શાહીબાગ ખાતે રહેતા અશ્વિનભાઈ જોઈતારામ પટેલે
નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતાએ વર્ષ ૨૦૧૦માં ગાંધીનગર તાલુકાના પીરોજપુર ગામની
સીમમાં આવેલા  રી-સર્વે નંબર- ૪૩૨ (જૂનો
સર્વે નંબર-૧૧૫) પૈકીની જમીન હે. આરે.ચો. મી. ૧-૮૫-૦૨ વાળી જમીન તેમના પિતાએ
રમેશભાઈ ગોવિંદભાઇ પટેલ પાસેથી રજીસ્ટ્રર દસ્તાવેજથી વેચાણ રાખી હતી. વર્ષ ૨૦૧૨
માં અશ્વિનભાઇના પિતાનું અવસાન થતાં આ જમીનની વારસાઈ કરાવી હતી. આ સમયે જમીનમાં
અશ્વિનભાઈ પટેલ ઉપરાંત તેમની માતા તથા બે બહેનોના નામ  વારસાઈ હક્કે દાખલ થયા હતા. ત્યારથી જમીન વેરા
તેમના ધ્વારા ભરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૮ માં અશ્વિનભાઈ  આ જમીનની માપણી કરાવવા માટે ગયા તે સમયે
જેઠીપુરા ખાતે રહેતા લાલાજી કાળજી ઠાકોર સહિત ૨૩ વ્યક્તિઓ ત્યાં આવ્યા હતા અને
માંપણી કરવા દીધી ન હતી અને કહ્યું કે આ જમીન બાબતે તકરારો ચાલે છે અને આ જમીન
અમારી છે તેમ કહી ધમકીઓ આપી હતી. આ મામલે અશ્વિનભાઈ પટેલે ઉચ્ચકક્ષાએ કરેલી
રજૂઆતમાં સત્યતા જણાતાં ૨૩ વ્યક્તિઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

ડભોડા પોલીસ મથકમાં જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા મામલે
લાલજી કાળાજી ઠાકોર  ઉપરાંત અનુજી બાબુજી
ઠાકોર
,લસીબેન
લાલાજી
,અરવિંદજી
લાલાજી
,રમંણજી
વજાજી
,કાંતીજી
વજાજી
,બાબુજી
વજાજી
,શંકાજી
વજાજી દશરથજી વજાજી
,પ્રહલાદજી
વજાજી
,વિષ્ણુજી
લાલાજી
,મહેશજી
લાલાજી
, બુધાજી
દાજીજી
,જગદીશજી
દાજીજી
,શારદાબેન
દાજીજી
,રમિલાબેન
બકોરજી
,સોનાજી
બકોરજી
,ભીખાજી
બબાજી
,પોપટજી
બબાજી
,રાઘવજી
સવજીજી
,સાંકુબેન
બબાજી
,મધુબેન
બબાજી અને મણીબેન બબાજી ઠાકોર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *