24.1 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 7, 2024
24.1 C
Surat
ગુરુવાર, નવેમ્બર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતCricket: ઇંગ્લેન્ડમાં બેન સ્ટોક્સને ઘરે લૂંટારુઓ ત્રાટક્યા,

Cricket: ઇંગ્લેન્ડમાં બેન સ્ટોક્સને ઘરે લૂંટારુઓ ત્રાટક્યા,


પાકિસ્તાન સામે હાલમાં ટેસ્ટ શ્રોણી રમી રહેલા ઇંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સના ઘરે બુકાનીધારીઓ ત્રાટક્યા હતા અને તેના ઘરમાં લૂંટફાટ મચાવી હતી. લૂંટારુઓ જ્વેલરી, અન્ય કિંમતી સામાન તથા ઘણો વ્યક્તિગત સામાન ચોરી ગયા હતા. આ વસ્તુઓમાં ઇંગ્લેન્ડના રાજવી પરિવાર દ્વારા આપવામાં આવેલા ઓબીઇ મેડલનો પણ સમાવેશ થાય છે.

સ્ટોક્સને આ મેડલ 2020માં તેણે ક્રિકેટના મેદાન ઉપર મેળવેલી સિદ્ધિ બદલ મળ્યો હતો. સ્ટોક્સે સોશિયલ મીડિયામાં ચોરાયેલી વસ્તુઓની તસવીર પણ પોસ્ટ કરી છે. તેણે જણાવ્યું હતું કે હું સ્થાનિક પોલીસનો પણ આભાર માનું છું. આ ઘટના બની ત્યારે મારી પત્ની અને બે નાના બાળકો પણ ઘરમાં હતા પરંતુ તેઓ તમામ સુરક્ષિત છે. તમામને ભાવનાત્મક તથા માનસિક અસર પડી છે. સ્થિતિ ગંભીર નથી બની તેથી માનસિક રીતે રાહત થઈ છે. જે લોકોએ મારા પરિવારને સમર્થન આપ્યું છે તેમનો પણ હું આભાર માનું છું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય