મોહમ્મદ શમીને ઝટકો, પત્ની હસીન જહાંને દર મહિને ભરણપોષણ ચૂકવવા કોર્ટનો આદેશ

0

[ad_1]

  • પત્ની હસીન જહાંને 1 લાખ 30 હજાર રૂપિયા માસિક ભરણપોષણ ચૂકવવા કોર્ટનો આદેશ
  • 1 લાખ 30 હજાર રૂપિયામાંથી રૂ.80,000 પુત્રીના ભરણપોષણ માટે ખર્ચ કરાશે
  • આલીપોર કોર્ટના જજ અનિંદિતા ગાંગુલીએ આ મામલે ચુકાદો સંભળાવ્યો છે

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના અંગત જીવનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોલકાતાની કોર્ટે ભારતીય ફાસ્ટ બોલરથી અલગ રહેતી તેની પત્ની હસીન જહાંને 1 લાખ 30 હજાર રૂપિયા માસિક ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આલીપોર કોર્ટના જજ અનિંદિતા ગાંગુલીએ આ મામલે ચુકાદો સંભળાવ્યો છે.

કોલકાતાની આલીપોર કોર્ટે સોમવારે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તેની પત્ની હસીન જહાંને 1 લાખ 30 હજાર રૂપિયા માસિક ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. 1 લાખ 30 હજાર રૂપિયામાંથી 50,000 રૂપિયા હસીન જહાં માટે વ્યક્તિગત ભરણપોષણ હશે. જ્યારે તેની સાથે રહેતી તેમની પુત્રીના ભરણપોષણ માટે રૂ.80,000નો ખર્ચ કરવામાં આવશે.

જો કે હસીન જહાં આ રકમથી ખુશ નથી. કારણ કે તેણે દર મહિને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વર્ષ 2018માં હસીન જહાંએ 10 લાખ રૂપિયાના માસિક ભથ્થાની માંગ કરતી કાનૂની અરજી દાખલ કરી હતી. અરજીમાં હસીન જહાંએ કહ્યું હતું કે તે અંગત ખર્ચ માટે 7 લાખ રૂપિયા અને દીકરીના ભરણપોષણ માટે દર મહિને 3 રૂપિયા ઇચ્છે છે. હસીન જહાં હવે આ ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.

વર્ષ 2018માં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ શમી પર ઘરેલુ હિંસા, મેચ ફિક્સિંગ, દહેજ ઉત્પીડન જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પછી મોહમ્મદ શમીએ પત્નીના આરોપો પર ખુલાસો કર્યો હતો. બાદમાં શમી અને હસીન જહાં અલગ થઈ ગયા હતા.

આરોપો પર સ્પષ્ટતા આપતા શમીએ કહ્યું હતું કે હસીન અને તેના પરિવારના સભ્યો કહી રહ્યા છે કે તેઓ તમામ મુદ્દાઓ પર બેસીને વાત કરશે. પરંતુ મને ખબર નથી કે તેમને કોણ ઉશ્કેરે છે. અમારા અંગત જીવન વિશે જે ચાલી રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. મારી વિરુદ્ધ કોઈ મોટું ષડયંત્ર છે. આ મને બદનામ કરવાનો કે મારી કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ છે. શમીએ એમ પણ કહ્યું હતું કે તે દેશ સાથે દગો કરવા કરતાં મરવાનું પસંદ કરશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *