સુરતમાં દેશની પહેલી બીચ સોકર ટૂર્નામેન્ટ યોજાશે, 20 ટીમ દરિયાકાંઠે રમશે

0

[ad_1]

  • રાષ્ટ્રીય કક્ષાની બીચ સોકરની આ પહેલી ટૂર્નામેન્ટ
  • 20 ટીમના 300થી વધારે ખેલાડી ભાગ લેશે
  • ખેલાડીઓએ બૂટ વિના રમવાનું હોય છે

સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના ફૂટબોલ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે કે, સુરતના આંગણે દેશની પહેલી બીચ સોકર ટૂર્નામેન્ટ ડુમસ બીચ પર ૨માશે. હમણાં સુધી સહેલાણીઓ માટે મનોરંજન, આનંદપ્રમોદનું સ્થળ ગણાતો ડુમસનો દરિયાકાંઠો આ રાષ્ટ્રીય કક્ષાની બીચ સોકર ટૂર્નામેન્ટનો સાક્ષી બનશે.

રાષ્ટ્રીય કક્ષાની બીચ સોકરની આ પહેલી ટૂર્નામેન્ટ
દેશના વિવિધ રાજ્યોની 20 ટીમ દરિયાકાંઠે રેતીમાં સોકર ૨મશે. ભવ્ય ટૂર્નામેન્ટ માટે ડુમસ બીચ પર પ્રેક્ટિસ અને ટૂર્નામેન્ટ માટે 4 મેદાન તૈયાર કરાશે. 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી યોજાનારી ટૂર્નામેન્ટમાં ટીમો વચ્ચે રોમાંચક જંગ જામશે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના માર્ગદર્શન અને ગુજરાત-સુરત ફૂટબોલ ફેડરેશનના નેજા હેઠળ 26 જાન્યુઆરીથી સુરતમાં ડુમસના દરિયાકાંઠે બીચ સોકર ઇન્ટરસ્ટેટ નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે.

20 ટીમના 300થી વધારે ખેલાડી ભાગ લેશે
રાષ્ટ્રીય કક્ષાની બીચ સોકરની આ પહેલી ટૂર્નામેન્ટ યોજાવા જઇ રહી છે અને સુરત તેનું યજમાન બનશે. જેમાં 20 ટીમના 300થી વધારે ખેલાડી અને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના 100થી વધારે રેફરી, ઓફિશિયલ્સ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. ટૂર્નામેન્ટ માટે ડુમસના દરિયાકાંઠે સુરત મહાનગરપાલિકાના સહયોગથી 4 ગ્રાઉન્ડ તૈયાર કરાશે. તેમાં પ્રેક્ટિસ માટે 2 અને ટૂર્નામેન્ટ માટે 2 ગ્રાઉન્ડનો ઉપયોગ થશે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને બીચ સોકર. કમિટીના ઓલ ઇન્ડિયા ચેરમેન તરીકે સુરતના જિગ્નેશ પાટીલની પસંદગી કરતા બીચ સોકર ટૂર્નામેન્ટના ભવ્ય આયોજનની કવાયત શરૂ કરાઇ હતી.

ખેલાડીઓએ બૂટ વિના રમવાનું હોય છે
આ ગેમના નવા રોચક નિયમો, બૂટ વિના રેતીમાં 1 કલાકની ગેમ, ફૂટબોલ મેચની સામે બીચ સોકરના નિયમો અત્યંત રોચક માનવામાં આવે છે. બીચ સોકર મેચમાં ગોલ પોસ્ટ અને મેદાન બન્નેનું કદ નાનું હોય છે. બીચ સોકરમાં માત્ર પાંચ જ ખેલાડી રમે છે. ખેલાડીઓએ બૂટ વિના રમવાનું હોય છે. ફૂટબોલ મેચ 90 મિનિટની હોય છે, જ્યારે બીચ સોકર 60 મિનિટની હોય છે અને તેમાં 4 હાફ હોય છે બીચ સોકરતી પહેલી ટૂર્નામેન્ટનો શ્રેય સુરતતા ફાળે જશે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની બીચ સોકર કમિટીના ઓલ ઇન્ડિયા ચેરમેન જિગ્નેશ પાટીલે જણાવ્યું હતું કે, દેશની પહેલી બીચ સોકર ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો શ્રેય, ગૌરવ સુરત શહેરના ફાળે જાય છે. દેશભરના 3૦૦થી વધારે સોકર ખેલાડીઓ સુરતમાં આવશે. ડુમસનો દરિયાકાંઠો ફૂટબોલ-રમતગમતપ્રેમીઓથી ઊભરાશે. રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટના ભવ્ય આયોજન માટે તડામાર તૈયારી ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકાના સહયોગથી ડુમસના દરિયાકાંઠે બીચ સોકરના ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *