વડોદરા, તા.24 રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીના દરો જો અમલમાં આવશે તો મિલકત કે જમીન ખરીદવાનું અત્યંત મોંઘુ થઇ જશે. નવી જંત્રીની કરામત જોઇએ તો શહેરના ૪૦ મીટર પહોળા જે.પી.રોડ પર જે જંત્રીનો ભાવ સૂચવ્યો છે તે જ ભાવ આ રોડ પર આંતરિક ૧૨ મીટરના રોડ પરની મિલકતનો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે જાહેર કરેલા જંત્રીના નવા ડ્રાફ્ટ દરોમાં ધરખમ વધારો કરી દેવાયો છે.