યુનિ. કેમ્પસમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ આઈ કાર્ડ આપવા માટે વિચારણા

0

[ad_1]

Updated: Jan 22nd, 2023

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં બહારના તત્વો ઘૂસી આવતા હોય છે અને મારામારી જેવી ઘટનાઓમાં તેમની સંડોવણી પણ ભૂતકાળમાં સપાટી પર આવી ચુકી છે.

કેમ્પસને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત બનાવવા માટે હવે યુનિવર્સિટી સત્તાધીશો ચિપવાળા સ્માર્ટ આઈકાર્ડ આપવાનુ વિચારી રહ્યા છે.તાજેતરમાં મળેલી ડીન્સની મિટિંગમાં આ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી અને તેમાં એવુ નક્કી કરાયુ હતુ કે, કોઈ એક ફેકલ્ટીમાં આ  માટેનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવો જોઈએ.

યુનિ.ના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.ચુડાસમાનુ કહેવુ છે કે, કેમ્પસમાં ૫૦૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેની સામે ૧૭૦ થી ૧૮૦ સિક્યુરિટી કર્મચારીઓ છે.યુનિવર્સિટીમાં અવર જવર કરવાના ત્રણ ગેટ છે.આ સંજોગોમાં વિદ્યાર્થીઓને ઉભા રાખીને એક પછી એક તેમનુ આઈ કાર્ડ ચેક કરવુ બહુ મુશ્કેલ છે.તેના વિકલ્પ રુપે  વિદ્યાર્થીઓને ચિપ વાળા સ્માર્ટ આઈ કાર્ડ આપવા માટે અમે વિચારી રહ્યા છે.ઘણી કંપનીઓમાં અને બીજી સંસ્થાઓમાં આ પ્રકારના આઈ કાર્ડનો ઉપયોગ થતો હોય છે.

તેમણે કહ્યુ હતુ કે, આ પ્રકારનો વિકલ્પ અપનાવવા માટે કયા પ્રકારની ટેકનોલોજી ઉપલબ્ધ છે અને તેની પાછળ કેટલો ખર્ચ આવે તે બાબતે ડીન્સ મિટિંગમાં ચર્ચા થઈ હતી અને એકાદ ફેકલ્ટીમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવાનુ નક્કી થયુ છે.જો પાયલોટ પ્રોજેક્ટમાં સફળતા મળે તો તેને કેમ્પસમાં અન્ય જગ્યાએ લાગુ કરવા માટે વિચારણા કરવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *